(સંવાદદાતા દ્વારા) ઉના, તા. ર૦
ઉના ગીરગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘતાંડવએ સર્જેલી ખાના ખરાબીના કારણે તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારો જળપ્રલયમાં મુકાય જતાં અને ગ્રામડાઓમાં અવિરત મેધરાજાએ સર્જેલી ખાનાખરાબીના કારણે લોકોને ધર વખરી અને ખાદ્યસામગ્રી પાણીમાં તણાઇ જવાના કારણે લોકો બેધર બની ગયા હતાં. ઉના અને ગીરગઢડા તાલુકામાં સામાજિક સંસ્થાઓ અને રાજકીય પાર્ટીના આગેવાનો તેમજ સરકારી તંત્રએ ૬૦ લાખથી વધુ રકમની જીવનજરૂરી સામગ્રીનું વિતરણ કરી દિધેલ છે. અને હજુ પણ અસરગ્રસ્ત ગામોમાં જેમ જેમ પાણી ઉતરતા જાય છે તેમ તેમ સહાયની કિટો તેમજ મેડીકલ કેમ્પમાટે દવા અને ડોક્ટરોની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં લોકોના આરોગ્યની ચકાસણીની કામગીરી હાથ ધરાતા હાલમાં લોકોનું જીવન ધોરણની ગાડી પાટે ચડી રહી છે. હાલમાં ઉના ગીરગઢડા તાલુકામાં વિરોધ પક્ષના નેતાઓ પરેશ ધાનાણી તેમજ ધારાસભ્ય પુંજાભાઇ વંશ, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાધાણી, પૂર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડ, હરીભાઇ સોલંકી સહીતના રાજકીય નેતાઓ હાલમાં ગામડાઓ ખુંદી રહ્યા છે. અને અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોની મુશ્કેલી અને થયેલી નુકશાની અંગે જાત નિરિક્ષણ કરી અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને આશ્વાસન આપી રહ્યા છે.
ધાનાણીએ બાવળીયાને હટાવ્યા
ઉના પંથકનાં કંઠાળ વિસ્તારના અસરગ્રસ્ત ગામોની મુલાકાતે આવેલ વિપક્ષ નેતા પરેશભાઇ ધાનાણી અને ધારાસભ્ય પુંજાભાઇ વંશ ખત્રીવાડા ગામથી સનખડા આવતા હતા તે વખતે રસ્તામાં બાવળીયાનું ઝાડ પડેલુ હોય વાહન વ્યવહાર ચાલવામાં મુશ્કેલી પડતી હોય વિપક્ષ નેતાએ પોતાની ગાડી રોકાવી રસ્તામાં પડેલ બાવળીયાને જાતે હટાવી ને રસ્તો ખુલ્લો કર્યો હતો.