ઉના, તા.ર૦
ઉનાના ખાપટ ગામે માત્ર બે કલાક ભારે મેધરાજા ગાજવિજ સાથે વરસ્યા હતા. અને બે ઇંચ વરસાદ પડેલ હતો. ગીરગઢડા પંથકમાં ૧ ઇંચ વરસાદ વરસ્યો હતો. ઉના અને ગીરગઢડા પંથકના ખાપટ જુડવલી, વડવીયાળા, સામતેર, ગાંગડા, સનખડા, કાણકબરડા, દેલવાડા, નવાબંદર, ઇંટવાયા, જશાધાર, તુલસીશ્યામ, નાથડ, કેસરીયા ગામે સવારથી ઝાપટા શરૂ રહ્યા હતા. જ્યારે ધોકડવામાં પણ ૧ ઇંચ વરસાદ વરસ્યો હતો. ગીર પંથકમાં આવેલ રાવલ ડેમમાં પાણીની આવક શરૂ રહેતા ચાર દરવાજા ૧ ફુટ ખોલતા રાવલ નદીમાં પાણી પ્રવાહ વધ્યો હતો. મચ્છુન્દ્રી નદી સતત ઓવરફ્લો થતાં નિચાણ વાળા ગામોને પણ નદી નાળા હોકળા અને ચેક વીથ કોઝવે પર પસાર થવા મનાઇ ફરમાવેલ છે. આમ ઊના પંથકમાં મોસમનો કુલ વરસાદ ૮૬૮ મીમી તેમજ ગીરગઢડા તાલુકામાં ૭૯૭ મીમી વરસાદ અત્યાર સુધી નોધાયેલ છે. હજુ પણ કાળાધીમક વાદળો વચ્ચે ધીમીધારે અને ઝાંપટા વરસી રહ્યા છે.
જ્યારે ગીરજંગલમાં આવેલ રાવલ ડેમમાં મોસમનો કુલ વરસાદ ૧૧૬૪ મીમી પડતા ડેમની પાણીની ઉંડાઇ ૧૯ મીટર થતા ૪ દરવાજા ૧ ફુટ ખોલતા ચીખલકુબા નદીમાં ૪૯૪૪ ક્યુસેક પાણી છોડ્યુ હતું. જ્યારે મચ્છુન્દ્રી ડેમ પર કુલ ૮૬૭ મીમી વરસાદ પડેલ અને પાણીની ૧૦ ફુટ ઉંડાઇ થતા ૧૦ સેમી ઓવરફ્લો થતા ૬૮૬ ક્યુસેક પાણી જઇ રહ્યુ છે.
ઉના પંથકમાં બે ઈંચ, ગીરગઢડામાં એક વરસાદ વરસ્યો

Recent Comments