ઉના,તા.૧૩
ઉના ગીરગઢડા તાલુકા પત્રકારસંધના પ્રમુખ જયેશભાઇ ગોંધિયા, ઉપપ્રમુખ હર્ષદભાઇ ઓઝા, કનકભાઇ જાની, નવીનભાઇ જોષી, ફારૂકભાઇ કાઝી, જીતુભાઇ ઠાકર તથા બન્ને તાલુકાનાં પત્રકારો મોટી સંખ્યામાં પ્રાંત કચેરી ખાતે પ્રાંત કચેરીના અધિકારી જેઠવાભાઇને તથા ઉનાનાં પોલીસ ઇન્સ્પેક્ટર બી. એમ ખાંભલાને આવેદનપત્ર આપી રજુઆત કરી છે. તા.૮ જુન ના રોજ સાંજે જાહેરબાગ પાસે દુકાન ધરાવતા પત્રકાર સંધના કારોબારી સભ્ય તથા વિવિધ અખબારના પત્રકાર કમેલશભાઇ પી.જુમાણી દુકાને બેઠા હતા અને તેની બાઇક દુકાન પાસે કોઇને ન નડે તે રીતે પાર્ક કરેલ હતીફ ત્યારે રોડ ઉપર દબાણ હટાવવા નિકળેલા પોલીસ કર્મચારીઓ પૈકી બે સિવીલ ડ્રેસમાં પ્રફુલભાઇ વાઢેર તથા ધર્મેન્દ્રભાઇ ગોહીલ તેમની દુકાન પાસે આવી બાઇક સરખુ ઉભુ રાખવા બાબતે બોલાચાલી કરી અપ શબ્દો બોલી કોલર પકડી ગંભીર ગુનેગાર સામે વર્તન તેવી રીતે વર્તન કરી પોલીસવાનમાં બેસાડી અમાનવીય ભયનો માહોલ ઉભો કરી પત્રકાર વિષે અપમાન જનક શબ્દ બોલી ગેરવર્તુણક કરલુ આ બનાવને ઉના ગીરગઢડા પત્રકારસંધે શખ્ત શબ્દોમાં વખોડી કાઢી આ બે પોલીસ સામે શિક્ષાત્મક પગલા લેવા માંગણી કરી છે. જો આવતા દિવસોમાં પગલા નહી લેવામાં આવે તો પત્રકારો આંદોલનના મંડાણ કરવા ચિમકી આપી હતી. આ અંગે ઉના પોલીસ ઇન્સ્પેક્ટર ખાંભલાએ પત્રકારોને ખાતરી આપી હતી કે તટસ્થ તપાસ કરી દોષિત કર્મચારી સામે પગલા લઇ ઉપલા અધિકારીને ખાતાકીય રીપોર્ટ કરાશે.