રાજ્યમાં એક તરફ ઉનાળો આકરા પાણીએ છે જ્યારે બીજી તરફ કેટલાક ડેમોમાં નહીવત પાણી છે. જ્યારે કેટલાક ડેમો તો તળિયા ઝાટક થઈ ગયા છે. અત્યારથી જ અનેક જગ્યાએ ટેન્કરો દ્વારા પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. પાણી માટે વલખાં મારતી પ્રજાએ બળબળતા તાપમાં પાણી ભરવા કિલોમીટરો સુધી ચાલતા જવું પડે છે. ત્યારે પાણી મુદ્દે મોટી-મોટી વાતો કરનાર સરકાર મૌન કેમ છે ? તે  પ્રજાને સમજાતું નથી. આમ હાલ તો રાજ્યભરમાં અનેક સ્થળોએ પાણી માટે ઘમાસાણ છે. આ તો પીવાના પાણીની વાત છે તો વાપરવાના પાણીનું તો પૂછવું જ શું ? પશુઓની તો હાલત ખરાબ છે. પાણીની આ સમસ્યા રૂપાણી સરકારમાં બરોબરનું પાણી માપતી હોય તેવું દેખાઈ રહ્યું છે.