નવી દિલ્હી, તા.૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારથી શરૂ થઈ રહેલા અન્ડર-૧૭ ફીફા વર્લ્ડ કપમાં સામેલ થઈ રહેલી ટીમોને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રી મોદીએ ટિ્‌વટ કર્યું છે કે ફીફામાં ભાગ લેનારી બધી ટીમોનું સ્વાગત અને શુભકામના અને વિશ્વાસ છે કે ફીફા અન્ડર-૧૭ વર્લ્ડકપ ફૂટબોલ પ્રેમીઓ માટે ખૂબ જ મઝેદાર હશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ બધી ટીમોને શુભકામના પાઠવી છે. તેમણે ટિ્‌વટર પર લખ્યું છે કે આજથી શરૂ ફીફા અન્ડર-૧૭ વિશ્વકપની ભારત દ્વારા યજમાનીથી ખુશ છું. બધી ટીમોને શુભકામના આજથી શરૂ થઈ રહેલી ટુર્નામેન્ટમાં ક્વાર્ટર ફાઈનલ ર૧ ઓકટોબર, સેમીફાઈનલ રપ ઓકટોબર, ત્રીજા સ્થાન માટે અને ફાઈનલ મેચ ર૮ ઓક્ટોબરે રમાશે. આ ટુર્નામેન્ટમાં કુલ ર૪ દેશો ભાગ લઈ રહ્યા છે. આ ટુર્નામેન્ટ ર૮ ઓકટોબર સુધી ચાલશે.