(એજન્સી) લંડન, તા.૧૭
બ્રિટનમાં ચૂંટણી દરમ્યાન ભાજપ દ્વારા ભાગલાવાદી વલણ અપનાવવા સામે બ્રિટિશ સરકારે ચિંતા વ્યક્ત કરી છે. આ અંગે બ્રિટન સરકારે ભારતના વિદેશ મંત્રાલયને એક સંદેશ પાઠવી ચિંતા વ્યક્ત કરી છે.
રિપોર્ટ મુજબ બ્રિટનમાં ચૂંટણીમાં બોરીસ જોનસનને બહુમતી મળ્યા બાદ બીજે દિવસે દિલ્હીમાં બ્રિટનના રાજદૂત ભાજપના વિદેશ સેલના વડાને મળ્યા હતા અને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
ભાજપના બ્રિટન ખાતે રહેતા ચાલકોના જૂથે એક મુલાકાતમાં કન્ઝર્વેટીવ પાર્ટીની જીતને પસંદ કરી હતી. ભાજપ તરફી લંડનમાં રહેતા લોકોએ કન્ઝર્વેટીવ પાર્ટીને ટેકાનો કરેલો ઉલ્લેખ કર્યો હતો. લેબર પાર્ટી દ્વારા કાશ્મીરના માનવાધિકારના મુદ્દે તાકિદે પ્રસ્તાવ લાવવાની વાત કરી હતી. ત્યારબાદ ભાજપના સત્તાવાર પ્રવક્તાએ લેબર પાર્ટીને હરાવવા માટેની જરૂર જણાવી હતી.
ભાજપના નેતાઓએ અખબારને કહ્યું હતું કે તેઓ લેબરપાર્ટીના નેતા કોર્લીનના વલણ અંગે કન્ઝર્વેટીવ પાર્ટીના નેતાઓને મળ્યા હતા. અને કાશ્મીર મુદ્દે લાગણીઓ વ્યક્ત કરી હતી. ભારતના વિદેશ મંત્રાલયે આ મુદ્દે કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો. જેમણે ચૂંટણીમાં મતદાન કર્યું છે. તે તમામ યુકેના છે. અમે તેમાં સામેલ થવા માંગતા નથી. આ ઉપરાંત કન્ઝર્વેટીવ સાંસદ શૈલેષ વોરાના વીડિયો ટ્‌વીટર પર વડાપ્રધાન મોદી અને યુકેના ભારતીય રાજદૂતને બોરીસ જોનસન સાથે બતાવવા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે.

ર્ટ