(એજન્સી) ટેકસાસ,તા.ર૮
અમેરિકાના ટેકસાસમાં પહેલા પાઘડીધારી શીખ પોલીસ અધિકારી સંદીપસિંહની ફરજ પર હત્યા થઈ હતી. હત્યાના સમયે શીખ પોલીસ અધિકારી સંદીપ ટ્રાફિક સિંગ્નલ પર ઉભા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારી એડ. ગોજાલેજે સંદીપસિંહની હત્યાની પૃષ્ટિ કરી હતી.
તેમણે કહ્યું કે શીખ પોલીસ અધિકારી સંદીપ ધાલીવાલે એક વાહનને રોકયું હતું. ત્યારે તેમાં બેઠેલા એક શખ્સે બહાર નીકળી નિર્દયરીતે શીખ પોલીસ અધિકારી પર બે રાઉન્ડ ફાયર કર્યું હતું. જેથી તેમનું ઘટના સ્થળે મોત થયું. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપી ગોળીબાર કરી શોપીંગ સેન્ટર તરફ ભાગ્યો હતો. જેને શોપીંગ મોલ નજીકથી પકડી લેવાયો હતો. જેનું નામ રોબર્ટ સોલીસે (૪૭) છે. તેની સામે હત્યાનો ગુનો દાખલ કરાયો હતો. વિદેશમંત્રી જયશંકરે આ હત્યા બદલ દુઃખ વ્યકત કર્યું હતું.
દરમ્યાન મૃતક શીખ પોલીસ અધિકારીના આઘાતજનક મોતથી ટેકસાસના પોલીસતંત્રમાં ઘેરાશોકની લાગણી ફેલાઈ હતી. ટેકસાસ પોલીસ તંત્રએ મૃતક શીખ પોલીસ અધિકારીને હીરો બતાવ્યા હતા અને પરિવારજનોને દિલસોજી પાઠવી હતી. મૃતક શીખ પોલીસ અધિકારી સંદીપ ધારીવાલે પ્રેરણાદાયક પોલીસ અધિકારી હતા તેમ કમિશનર એડ્રીયન ગાર્સીયાએ જણાવ્યું હતું તેમણે શીખ સમાજનું ગર્વ અને સન્માન સાથે પ્રતિનિધિત્વ કર્યું. મૃતક ધારીવાલ પાસેના વીડિયોથી આરોપી શખ્સ અને તેની મહિલા મિત્રની ઓળખ થઈ ગઈ હતી. બંનેની ધરપકડ કરી હત્યાનો ગુનો દાખલ કરાયો હતો. મૃતક સંદીપ છેલ્લા ૧૦ વર્ષથી પોલીસ સેવામાં હતા. હત્યા પાછળનું કોઈ કારણ હજુ બહાર આવ્યું નથી. પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંગે શીખ પોલીસ અધિકારી ધારીવાલની હત્યા બદલ ઉંડા શોકની લાગણી વ્યકત કરી છે. તેમણે કહ્યું કે ધારીવાલ શીખ કોમ માટે ગૌરવ હતા. તેમજ પહેલા અમેરિકન પાઘડીધારી પોલીસ હતા.
પ્રથમ પાઘડીધારી શીખ પોલીસ જવાનની ટેક્સાસમાં હત્યા, ભારતે કહ્યું, ઊંડો આઘાત લાગ્યો

Recent Comments