અમદાવાદને વિશ્વ હેરિટેજ સિટીનો દરજ્જો આપવા યુનેસ્કોની ટીમ શહેરમાં આવી પહોંચી છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનની કડક સૂચના હોવાથી આ મુલાકાત ગુપ્ત રાખવામાં આવી છે. જો કે, યુનેસ્કોની ટીમ પણ તેમને મ્યુનિ. દ્વારા અગાઉ આપવામાં આવેલા ડોઝીયર મુજબ ઐતિહાસિક અને હેરિટેજ સ્થાપત્યોનું સરપ્રાઈઝ ચેકિંગ કરશે. બીજી તરફ માણેકચોક સ્થિત રાણીના હજીરા તરફ અત્યારસુધી આંખ આડા કાન કરનાર પુરાતત્ત્વ વિભાગ અને મ્યુનિ. તંત્રને અચાનક શૂરાતન ચઢયું અને સાફ-સફાઈ, વૃક્ષની છટણી કરવા ઉપરાંત દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. તે દરમિયાન રાણીના હજીરાને અડીને આવેલ વિશાળ વૃક્ષ કાપવાની કામગીરી વખતે હજીરાની છતની ઉપરના ભાગના ત્રણથી ચાર પથ્થરો તૂટી ગયા હતા. આમ તંત્રની અધિરાઈને કારણે ઐતિહાસિક અને બેનમૂન ઈમારતને ભારે નુકસાન પહોંચ્યું હતું.
યુનેસ્કોને સારું દેખાડવા સફાઈ કરવા ગયા ને હજીરાની છતને ભારે નુકસાન પહોંચ્યું

Recent Comments