(એજન્સી) તા.૧૩
સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક, વૈજ્ઞાનિક તથા સાંસ્કૃતિક સંગઠન(યુનેસ્કો) સાથે અમેરિકાએ સંબંધોનો અંત આણ્યો છે. તેના લીધે ફંડની અછતનો સામનો કરેલ યુનેસ્કોની મુશ્કેલી વધી શકે છે. સંગઠનને અપાતા ફંડની અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટીકા પણ કરી ચૂક્યા છે. યુનેસ્કોને અમેરિકાથી દર વર્ષે આઠ કરોડ ડોલર એટલે કે પર૦ કરોડ રૂપિયાની મદદ મળે છે. યુનેસ્કોનું વડુમથક પેરિસમાં છે. યુએનનું આ સંગઠન ૧૯૪૬થી કાર્યરત છે. તેને વિશ્વ ઐતિહાસિક સ્થળોને પસંદગી કરવા માટે ઓળખવામાં આવે છે. અમેરિકાએ વર્ષ ર૦૧૧માં પેલેસ્ટીનને યુનેસ્કોના પૂર્ણકાલિન સભ્ય બનાવવાના વિરોધમાં તેના બજેટમાં યોગદાન આપ્યું ન હતું. યુનેસ્કોથી હટી જવા વિશે અમેરિકાના પ્રતિનિધિઓ તરફથી કોઇ ટિપ્પણી કરવામાં આવી નહોતી. અગાઉ ફોરેન પોલિસી મેગેઝિને પણ એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે પ૮ સભ્યોના યુનેસ્કોના કાર્યકારી બોર્ડ દ્વારા શુક્રવારે નવા મહાનિર્દેશકની પસંદગી કર્યા બાદ અમેરિકાથી તેનાથી અલગ થવાની જાહેરાત કરી શકે છે.