અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળે તે માટેે મ્યુનિ. તંત્ર છેલ્લા કેટલાક દિવસથી ભારે પરસેવો પાડી રહ્યું છે. ઉપરાંત યુનેસ્કોની ટીમને આંજી દેવા હેરિટેજ અને ઐતિહાસિક ઈમારતો રોશનીથી ઝગમગાટ કરી દેવામાં આવી છે. ચોકાવનારી બાબત તો એ છે કે, યુનેસ્કોની ટીમ જ્યાં ફરવાની છે તે જ સ્થાપત્યો અને ઈમારતોમાં રોશની કરવામાં આવી છે. બાકીને તેમની હાલત પર છોડી દેવાઈ છે. l-6બીજી તરફ આજથી બે વર્ષ અગાઉ ખાનપુર દરવાજાનો કેટલોક ભાગ તૂટી જતાં તેને રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ કામગીરી હાલ ખોરંભે પડી છે અને ઐતિહાસિક  દરવાજો તંત્રની નિષ્ફળતા સામે આંસુ સારી રહ્યો છે.