(એજન્સી) નવી દિલ્હી, તા.૨૫
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં દેશના કર્મચારીઓ અને મજૂરોને ખુશ કરવાની તૈયારી કરી રહ્યાં છે. કેન્દ્રમાં મોદી સરકાર આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લેતા પોતાનું ફૉકસ આવા જ વર્ગ પર કરવા માંગે છે. પ્રાઇવેટ નોકરી કરનારાઓથી લઇને દૈનિક મજૂરી કરતા લોકોને તેના હેઠળ ઘણી રાહત મળે તેવું લાગી રહ્યું છે. સરકાર કર્મચારીઓને લાભ આપવા માટે ટૂંક સમયમાં ત્રણ મહત્વપૂર્ણ કાયદા લાવશે. આ કાયદાની મદદથી કર્મચારીઓને સુરક્ષા, લધુત્તમ સેલરી જેવા અનેક લાભ મળી શકે છે.
સૌથી મહત્વપૂર્ણ બિલ છે,’ઑક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કંડીશન્સ (વ્યાવસાયિક સુરક્ષા, સ્વાસ્થ્ય અને કામ કરવાની સ્થિતી)કોડ.’ આ ડ્રાફ્ટ કોડમાં જોગવાઇ કરવામાં આવી છે કે ઓછામાં ઓછા ૧૦ કર્મચારીઓ ધરાવતી કંપની, ફેક્ટરી અથવા સંસ્થાઓએ પોતાના દરેક કર્મચારીને અપૉઇન્ટમેન્ટ લૅટર આપવો પડશે. તેઓ અપૉઇન્ટમેન્ટ લૅટર વિના કર્મચારીઓને કામ પર ન રાખઈ શકે. અપૉઇન્ટમેન્ટ લૅટર આપવાનો અર્થ છે કે તેમણે કર્મચારીઓને લઘત્તમ વેતન આપવુ પડશે અને કંપનીના કાયદા અનુસાર કર્મચારીને તમામ પ્રકારની સુવિધા આપવાની રહેશે. આ ઉપરાંત આ ડ્રાફ્ટ કોડમાં કાર્યસ્થળ પર કર્મચારીઓને સંપૂર્ણ સુરક્ષા આપવાની જોગવાઇ પણ કરવામાં આવી છે. કંપનીએ આ વાતનું ધ્યાન રાખવુ પડશે કે વર્કિંગ પ્લેસ પર કોઇ એવી બાબત ન બને કે કર્મચારી ઘાયલ કે બિમાર થવાનું જોખમ હોય. જો આવું કંઇ થાય તદો કંપની વિરુદ્ધ પગલાં લેવામાં આવશે અને તેણે કર્મચારીને વળતર ચુકવવુ પડશે.
બીજુ બિલ છે ‘કોડઑન વેજીસ’ આ બિલ કેન્દ્રને તમામ સેક્ટર માટે લઘુત્તમ મજૂરી નક્કી કરવાનો અધિકાર આપે છે. તેનું પાલન રાજ્યોએ પણ કરવુ પડશે. તેની હેઠળ ૪ કાયદા ‘મિનિમમ વેજીસ એક્તચ ૧૯૪૮’, ‘પેમેન્ટ ઑફ વેજિસ એક્ટ ૧૯૩૬’,’પેમેન્ટ ઑફ બોનસ એક્ટ ૧૯૬૫’ અને ‘ઇક્વલ રિમુનેરેશન એક્ટ ૧૯૭૬’ને આધારે વેજીસ એટલે કે વેતનની વ્યાખ્યા નક્કી કરવામાં આવશે.
ત્રીજું બિલ છે-‘સોશિયલ સિક્યૃરિટી કોડ.’ તેના અંતર્ગત સરકારે નિવૃત્તિ, હેલ્થ, ઓલ્ડ એજ, જિસેબિલિટી, અનએમ્પ્લૉયમેન્ટ અને મેટરનિટી બેનિફિટ્‌સ આપવા માટે એક મોટી વ્યવસ્થાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.