(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૩
એમ્બ્રોઇડરી ઉદ્યોગ અને ઉદ્યોગકારો દ્વારા રવિવારની રજા પગાર સાથે આપવાની માંગ સાથે ગતરોજ પંડોળ, ખટોદરા, વેડરોડ, કતારગામ, પુણા, આંજણા ફાર્મ, સચીન જીઆઇડીસીમાં કારીગરો સાથેના ટોળાએ ફટકા, સળીયા લઇને યુનિટ બંધ કરાવવા રસ્તે ઉતરતા ગતરોજ ખટોદરા પોલીસે ર૧ જેટલા ઇસમોની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પાછલા એક વર્ષથી એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ લાગ્યું છે. જેમાં શહેરના ૧.રપ લાખ મશીન પૈકી ૬૦ હજારથી વધુ મશીનો બંધ હોવાનું જાણવા મળે છે. ઓછી મજુરીએ પણ જોબ પર કામ મેળવતા ઉદ્યોગકારો પણ પોતાના યુનિટ્સ બે થીત્રણ દિવસ બંધ રાખી રહ્યાં છે. એવામાં રવિવારની રજા પગાર સાથે આપવાની માંગ સાથે શહેરના ખટોદરા, પંડોળ, આંજણા ફાર્મ, સચીન જીઆઇડીસી તથા વેડરોડ વિસ્તારમાં મોટી સંખ્યામાં કારીગરો તથા કેટલાક ટોળાએ એમ્બ્રોઇડરીના મશીન બંધ કરાવવા લાકડાના ફટકા લોખંડના સળીયા સાથે નીકળ્યા હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં હોબાળો થતા પોલીસે ખટોદરા વિસ્તારમાંથી ર૧ જણાને ડિટેઇન કર્યા હતા જેમાં (૧) રમેશકુમાર નંદકિશોર ગૌતમ, (ર) સુનીલકુમાર રામજગત જરીયા, (૩) વિશાલ સંતોષ રાઠોડ, (૪) ઓમપ્રકાશ છોટેલાલ બ્રિંદ, (પ) અનિલ હરીશચંદ્ર મૌર્યા, (૬) સાહબદીન રામ સજીવન સાહુ, (૭) વેદરાજ વસંતલાલ મિશ્રા, (૮) ચારુ રામ કુટુ, (૯) રવીકાન્દ દધીવલ યાદવ, (૧૦) અણીતકુમાર સતેદર રજક, (૧૧) કપુરચંદ ભુવરપ્રસાદ નિશાદ, (૧ર) રવિકુમાર શ્રીનારાયણ યાદવ, (૧૩) કાન્હા દોરા બાબુજી દોરા, (૧૪) કપિલદેવ જગદેવ ભગત, (૧પ) સુરેશકુમાર શિવરામ પટેલ, (૧૬) ઇમ્તીયાઝ અબ્દુલ હકીમ હુશેન, (૧૭) વિજયકુમાર રામકૈલાશ પ્રજાપતિ, (૧૮) લાલબાબુ રામપ્રીયરાય જાદવ, (૧૯) સુરતદેવ દિનદયાળ યાદવ, (ર૦) સુરજ રાકેશ નિશાદ, (ર૧) રણજીતકુમાર હજીરા રાયની ઇપીકો કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૯ મુજબ ધરપકડ કરી હતી. બનાવની વધુ તપાસ ખટોદરા પો.સ.ઇ. કે.પી.મેતા કરી રહ્યાં હોવાનું જાણવા મળે છે.
એમ્બ્રોઈડરી ઉદ્યોગના કારીગરો હાથમાં સળિયા, લાકડાના ફટકા સાથે યુનિટ બંધ કરાવવા નીકળ્યા

Recent Comments