National

ઉન્નાવ દુષ્કર્મ પીડિતાની બચવાની શક્યતા ઓછી : હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ

(એજન્સી) લખનઉ,તા.૬
ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં જામીન પર છૂટેલા સામુહિક દુષ્કર્મના આરોપીઓએ પીડિત યુવતીને જીવતી સળગાવી દીધી હતી. રાજધાનીના સફદરગંજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી પીડિતાની હાલત નાજુક છે, તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી છે. શુક્રવારે હોસ્ટપિટલના સુપરિટેંડેન્ટ ડોક્ટર સુનીલ ગુપ્તાએ કહ્યું કે, અમારી તરફથી દરેક શક્ય પ્રયાસ કરાઈ રહ્યા છે, પણ તેને બચાવવાની શક્યતા ઘણી ઓછી છે. પીડિતા ૯૦ ટકા સળગી ગઈ છે. આ યુવતીને તેના જ ગામના આરોપી શિવમે લગ્નની લાલચ આપીને ફસાવી દીધી હતી. તેને પીડિતાનો દુષ્કર્મનો વીડિયો બનાવીને બ્લેકમેઈલ અને માનસિક ટોર્ચર કરવા લાગ્યો હતો. હેરાન થઈને પીડિતા તેની ફોઈના ઘરે જતી રહી હતી. શિવમે ત્યાં પણ તેનો પીછો કર્યો અને હથિયારને ઢાલ બનાવીને તેની સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું. ત્યારબાદ ૫મી માર્ચે, ૨૦૧૮ પરિવારની ફરિયાદ પર હ્લૈંઇ કરવામાં આવી હતી. પોલીસે કોર્ટના આદેશ પર દુષ્કર્મના બે આરોપીઓ શિવમ અને શુભમની ધરપકડ કરી હતી. ત્યારબાદ બન્ને ૩ ડિસેમ્બરે જામીન પર બહાર આવ્યા ત્યારે તેમણે પીડિતાને જીવતી સળગાવી દીધી હતી. આ મામલે પોલીસે શિવમ, અને તેના પિતા રામકિશોર, શુભમ હરિશંકર અને ઉમેશ બાજપેયીની ધરપકડ કરી છે.

ઉન્નાવ બળાત્કાર ઘટના : કેસની તપાસ કરવા ડિવિઝનલ કમિશનરે પાંચ સભ્યોની SITની રચના કરી

(એજન્સી) લખનૌ, તા.૬
લખનૌના ડિવિઝનલ કમિશનરે ઉન્નાવ ઘટનાની તપાસ કરવા પાંચ સભ્યો ધરાવતી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની રચના કરી છે. બળાત્કાર પીડિતાને પાંચ આરોપીઓએ જીવતી સળગાવી હતી. કમિશનરે જણાવ્યું કે, હું ઉન્નાવમાં ઘટનાસ્થળની મુલાકાતે ગઈકાલે સાંજે ગયો હતો અને એએસપી વિનોદ પાંડેની આગેવાની હેઠળ એસઆઈટીની રચના કરી છે. ટીમ બધા પાસાઓ ધ્યાનમાં રાખી તપાસ કરશે. અમે મને રિપોર્ટ આપશે. જો કે, એમણે જણાવ્યું ન હતું કે, એમને તપાસ કરવા કેટલો સમય આપવામાં આવ્યો છે. એમણે કહ્યું, જ્યારે પણ મારી પાસે રિપોર્ટ આવશે, ત્યારે હું તરત જ સરકાર સમક્ષ રજૂ કરીશ. બળાત્કાર પીડિતાને બાળવામાં આવ્યા પછી એ ગંભીર રીતે ઘવાઈ છે. પીડિતાને પાંચ આરોપીઓએ બાળી હતી. જેમાં બે આરોપીઓ બળાત્કારના આરોપીઓ પણ છે. પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં હરીશંકર ત્રિવેદી, રામ કિશોર ત્રિવેદી, ઉમેશ બાજપાઈ, શિવમ અને શુભમ ત્રિવેદી છે. આ પાંચમાંથી શિવમ અને શુભમ ત્રિવેદી બળાત્કારના આરોપીઓ પણ છે. એમાંથી એકની ધરપકડ કરાઈ હતી અને પછીથી જામીન ઉપર મુક્ત કરાયો હતો.

ઉન્નાવ કેસ : આરોપીની બહેને CBI તપાસની માગણી કરી

(એજન્સી) ઉન્નાવ, તા.૬
ઉન્નાવમાં બળાત્કાર પીડિતાને જીવતી સળગાવવાના કેસમાં આરોપીની બહેને સીબીઆઈની તપાસની માગણી કરી છે. યુવતીએ પોતાનું નામ આપતા જણાવ્યું હતું કે, એમના કુટુંબને રાજકીય દ્વેષના લીધે ખોટી રીતે સાંકળવામાં આવી રહ્યો છે. એમણે કહ્યું, મારો ભાઈ શુભમ અને પિતા રવિશંકરને આ કેસમાં એ માટે સંડોવાયા છે. કારણ કે, મારી માતા કુદંનપુર ગ્રામ પંચાયતની અધ્યક્ષ છે. હું સીબીઆઈ તપાસની માગણી કરૂં છું, જેથી સત્ય બહાર આવે. પીડિતાએ પોતાના નિવેદનમાં શુભમ, હરિશંકર અને અન્ય ત્રણ આરોપીઓના નામો જણાવ્યા હતા, જેથી એમની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની બહેને જણાવ્યું કે, આ પહેલાં મારા ભાઈ સામે જે બળાત્કારના આક્ષેપો મૂકાયા હતા, એ પણ ખોટા હતા. એમણે કહ્યું કે, મને પીડિતા પ્રત્યે સહાનુભૂતિ છે, પણ હું મારા ભાઈ અને પિતા માટે પણ લડીશ, જેમને ખોટી રીતે સંડોવ્યા છે. બળાત્કાર પીડિતા પોતાના ઘરે રાયબરેલી જઈ રહી હતી એ દરમિયાન એના ઉપર હુમલો કરાયો અને આરોપીએ પીડિતાને સળગાવી દીધી. ૯૦ ટકા ઈજાઓ સાથે એમને લખનૌ લાવવામાં આવ્યા અને એ પછી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.

ઉન્નાવ બળાત્કાર પીડિતાને “સેક્સ સ્લેવ” તરીકે રાખવામાં આવી, આદેશ ન માને તો માર મારવામાં આવતો : FIR

(એજન્સી) ઉન્નાવ, તા.૬
લાલગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે કે, રેપ પીડિતાને “સેક્સ સ્લેવ” તરીકે રાખવામાં આવી હતી. એમને ધમકીઓ અપાતી હતી કે, જો એ એમની વાત નહીં માનશે અને પોલીસમાં જશે તો ફરીથી રેપ કરી એનો વીડિયો ઓનલાઈન મૂકવામાં આવશે. બંધક બનાવ્યા પછી એમને રાયબરેલીના ઘરની બહાર જોવા પણ પરવાનગી અપાતી ન હતી. પીડિતાએ આરોપીઓની ધમકીની અવગણના કરી બે એફઆઈઆર નોંધાવી હતી. પ્રથમ ઉન્નાવના બિહાર બહતા પોલીસ સ્ટેશનમાં પાંચમી માર્ચે અને બીજા દિવસે બીજી એફઆઈઆર રાયબરેલીના લાલગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપી જણાવ્યું હતું કે, એમની ઉપર આરોપી શિવમે કેટલીય વખત બળાત્કાર કર્યો હતો. આ વ્યક્તિએ એમને લગ્નનું વચન આપ્યું હતું, પણ લગ્ન કર્યા ન હતા અને જાતીય શોષણ કર્યું હતું અને એ સાથે અત્યાચાર જ કર્યા હતા. પીડિતાએ પોતાની એફઆઈઆરમાં વિગતે જણાવ્યું છે કે, કઈ રીતે વારંવાર એમના ઉપર બળાત્કાર કરાયો હતો અને છેવટે ગુરૂવારે એને જીવિત બાળી નાખવામાં આવી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.