(એજન્સી) લખનૌ, તા.ર૧
એક સગીરવયની છોકરી ઉપર ગેંગરેપના આરોપમાં જેલમાં બંધ ઉન્નાવના ભાજપ ધારાસભ્ય કુલદીપ સેંગર પર કાયદાકીય સકંજો વધારે કસતો નજરે આવી રહ્યો છે. પીડિતાના પિતાને આર્મ્સ એકટના જૂઠા કેસમાં ફસાવવા મામલે સેંગરનો હાથ હોવાનો પુરાવાઓ મળ્યા છે. સીબીઆઈ તપાસમાં સામે આવ્યું છે કે જે દિવસે કુલદીપ સેંગરના ભાઈ અતુલ સેંગરે પીડિતાના પિતાને બેરહેમીપૂર્વક માર માર્યો હતો તે દિવસે કુલદીપ સેંગર દિલ્હીમાં હતા. દિલ્હીમાં તેઓએ માખી પોલીસ સ્ટેશનમાં એસઓને ડઝનો ફોન કર્યા હતા. માખી પોલીસ સ્ટેશનના એસઓ કામતા પ્રસાદસિંહ કોલ રેકોડ્‌ર્સમાં આ વાતની પૃષ્ટિ કરવામાં આવી છે કે આ દિવસે કુલદીપ સેંગરે તેઓને અડધા કલાકમાં ડઝનો કોલ કર્યા હતા. કુલદીપ સેંગર વિરૂદ્ધ આ સંબંધમાં સીબીઆઈએ એક કેસ વધુ દાખલ કર્યો છે. સૂત્રો મુજબ સીબીઆઈએ હવે સેંગર અને તત્કાલિન એસઓ કામતા પ્રસાદસિંહને આમને-સામને બેસાડી પૂછપરછ કરી હતી. પીડિતાની ફરિયાદ પર કાર્યવાહી ન કરવા અને પીડિતાના પિતાને ખોટા કેસમાં ફસાવવાને લઈ કામતા પ્રસાદ અને એક એસઆઈ અશોકસિંહ મંદોરિયાની પહેલાં જ ધરપકડ કરી ચૂકી છે.