(એજન્સી) જેરૂસલેમ, તા.૩૦
યુનોના મહામંત્રી એન્ટોની ગુટેરેસ પદ સંભાળ્યા બાદ પહેલીવાર સોમવારે ઈઝરાયેલના નેતાઓને મળ્યા હતા જ્યારે ઈઝરાયેલને પેલેસ્ટીનીઓ વચ્ચે શાંતિવાર્તા રોકાઈ ગઈ છે ત્યારે હવે નવી આશા જન્મી છે. યુનોના દળો લેબેનોનમાં તૈનાત કરવા માટેની તૈયારી ચાલે છે.
યુનોના મહામંત્રી એન્ટોની ઈઝરાયેલ-પેલેસ્ટીનીઓ વચ્ચે બંધ પડેલ શાંતિવાર્તા પુનઃ શરૂ કરવા બંને દેશના નેતાઓને તે માટે તૈયાર કરવા પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ ૩ દિવસની ઈઝરાયેલની મુલાકાતે આવ્યા હતા અને વ્યાપક ચર્ચાઓ કરી હતી. પરંતુ ઈઝરાયેલે આ વાર્તામાં ઠંડો પ્રતિસાદ આપ્યો હતો. ઈઝરાયેલ ઈચ્છે છે કે લેબેનોનમાં હિઝબુલ્લાહ ઉગ્રવાદીઓ દ્વારા શસ્ત્ર સજ્જની તૈયારી સામે યુનો શાંતિ રક્ષક દળો લેબેનોનમાં તૈનાત કરે તે જરૂરી છે. દળોને તૈનાતી અંગે યુનોમાં મતદાનની અપેક્ષા રખાઈ છે. સોમવારે યુનોના મહામંત્રી ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુ સાથે બેઠક બાદ મંગળવારે તેઓ રામલ્લાહ ખાતે પેલેસ્ટીની વડાપ્રધાન રામી હમદલ્લાહને મળવા જઈ રહ્યા છે. પેલેસ્ટીની રાષ્ટ્રપતિ મેહમૂદ અબ્બાસ તુર્કીના પ્રવાસે જવાના છે તયારે યુનોના મહામંત્રી ગુટેરેસને મળવાની અપેક્ષા રખાય છે. બુધવારે ગાઝાપટ્ટીની મુલાકાત લેશે. રવિવારે સાંજે અત્રે આવ્યા બાદ યુનોના મહામંત્રી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના મુખ્ય દૂત અને ઈઝરાયેલ પેલેસ્ટીની વાર્તાના કાર્યવાહક જેસનગ્રીનબ્લેટને મળ્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયેલ-પેલેસ્ટીની વચ્ચે શાંતિ વાર્તા માટે મોકબ્રેલ પ્રતિનિધિ મંડળમાં ગ્રીનબ્લેટ સહિત ટ્રમ્પના જમાઈ જેરીડ કુશનેર પણ જોડાયા છે. જેમણે નેતાન્યાહુ અને અબ્બાસ સાથે વાતચીત કરી હતી. તેઓ વધુ વાતચીત અંગે પ્રદેશમાં વધુ સમય રોકાશે. ર૦૧૪થી શાંતિવાર્તા સ્થગિત થઈ ગઈ હતી. વેસ્ટબેંકમાં ઈઝરાયેલે કબજાવાળા વિસ્તારોમાં નિર્માણ કાર્ય હાથ ધર્યું છે.
ટ્રમ્પે કહ્યું છે કે ઈઝરાયેલ-પેલેસ્ટીન વચ્ચે શાંતિવાર્તા માટે તેઓ એક અંતિમ સમજૂતી ઈચ્છે છે. પરંતુ તેઓને બે રાજ્યોના નિર્માણ અંગે શંકા છે. તેઓ શાંતિવાર્તા સફળ થશે તો એક રાજ્યને ટેકો આપવશે. આ નિવેદનથી પેલેસ્ટીની લોકોમાં ચિંતા ફેલાઈ હતી. જ્યારે આ નિવેદનથી ઈઝરાયેલની રાઈટ વીંગે ખુશી વ્યક્ત કરી જે વેસ્ટબેંકનો વિસ્તાર ઈઝરાયેલમાં ભેળવી દેવા માંગે છે.
૧૯૯૦થી બંને દેશો વચ્ચે શાંતિ માટે ઈઝરાયેલ તરફથી પેલેસ્ટીન અલગ રાષ્ટ્રના સર્જન માટે વૈશ્વિક રાજનીતિક પ્રયાસો ચાલે છે. પરંતુ આ મુદ્દે હાલમાં વિશ્લેષકો માને છે. નેતાન્યાહુ કે અબ્બાસ કોઈ મોટી સમજૂતી કરે તેવી સ્થિતિ દેખાતી નથી. નેતાન્યાહુ જમણેરી બળોના દબાવમાં છે. ૮ર વર્ષના પેલેસ્ટીની નેતા અને ફતેહ પાર્ટી અપ્રિય થઈ રહી છે. તો વેસ્ટબેંકના મુદ્દે હમાસથી વિભાજિત થઈ રહી છે. ઈસ્મામીસ્ટ મૂવમેન્ટ ગાઝાપટ્ટી પર શાસન કરે છે. ઈઝરાયેલના વિદેશ રાજ્યમંત્રી ઝીપી હોટોબેસીએ કહ્યું કે હિઝબુલ્લાહની શસ્ત્રોની દાણચોરી સામે લેબેનોનમાં યુનોના દળો અંધારામાં છે. ર૦૦૬થી ઈઝરાયેલ હિઝબુલ્લાહ સાથે લડે છે. હિઝબુલ્લાહની સરહદ પર લેબેનોને કરેલ તૈનાતી યુનો સાથે ચર્ચાનો મુખ્ય મુદ્દો હશે.