(એજન્સી) તા.૨૮
શુક્રવારે ઉત્તરપ્રદેશના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ ઓમ પ્રકાશ સિંહે કહ્યું હતું કે રાજ્યમાં પોલીસના ગોળીબારમાં ફક્ત એક જ વ્યક્તિ મૃત્યુ પામી હતી. તેમણે કહ્યું કે ૧૯ લોકો અત્યાર સુધી દેખાવો દરમિયાન મૃત્યુ પામી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં સમગ્ર યુપીમાં ભયંકર દેખાવો થઈ રહ્યાં છે અને દરમિયાન પોલીસ પણ ક્રૂરતા આચરવામાં જરાય ખચકાતી નથી. જોકે ડીજીપી એવો દાવો કરે છે કે કેટલાંક લોકો ગેરકાયદે હથિયારોનો ઉપયોગ કરે છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લાં અમુક દિવસોમાં પોલીસની ક્રૂરતાને કારણે જ ઉત્તરપ્રદેશ ભડકે બળી રહ્યું છે. બિજનૌરમાં આ દરમિયાન સૌથી વધુ ક્રૂરતા જોવા મળી રહી છે. નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં ત્યાં સૌથી પહેલાં દેખાવો થયા હતા અને દરમિયાન સુરક્ષાદળો સાથે અથડામણ પણ સર્જાઈ હતી. તેના પરિણામ સ્વરૂપે એક દેખાવકારે પોતાનો જીવ ગુમાવ્યો હતો. જોકે કેટલાં લોકો મૃત્યુ પામ્યા એવા સવાલ અંગે ઉત્તરપ્રદેશના ડીજીપી ઓ.પી. સિંહે કહ્યું હતું કે અમે પુષ્ટી કરીએ છીએ કે બિજનૌરમાં અમારા કોન્સ્ટેબલના ગોળીબારમાં એક દેખાવકાર મૃત્યુ પામી ગયો હતો. જોકે આ ગોળીબાર પોતાના સ્વબચાવમાં કરાયો હતો. તેને પેટમાં ગોળી વાગી હતી. જોકે તેણે સામે પણ સેલ્ફ ડીફેન્સમાં ગોળી મારી હતી. આ કારણે અત્યાર સુધી ૧૯ લોકો જીવ ગુમાવ્ી ચૂક્યા છે. અમે ગોળીબાર કરવાનો કોઈ આદેશ આપ્યો નથી. એવા સવાલના જવાબમાં કે શું પોલીસ ગોળીબારમાં એક જ દેખાવકારનું મોત નીપજ્યું છે? તો તેમણે કહ્યું કે હાં એવું જ છે અને બાકીના દેખાવકારો પોતાના ગેરકાયદે હથિયારોની ભેટ ચઢી ગયા છે. તેમણે કહ્યું કે અમે ખૂલ્લી તપાસ કરી છે. હાલમાં તપાસ હજુ પણ ચાલી રહી છે. દેખાવકારો દ્વારા અમારી વિરુદ્ધ ગેરકાયદે હથિયારોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.
પોલીસના ગોળીબારમાં ૧નું મોત થયું, અન્ય લોકો પોતાના ગેરકાયદે હથિયારોને લીધે મૃત્યુ પામ્યા : યુપીના ડીજીપી

Recent Comments