(એજન્સી) તા.૯
જમિયત ઉલેમા-એ-હિન્દના અધ્યક્ષ મૌલાના અર્શદ મદનીએ મસ્જિદ, મંદિર, ચર્ચ, ગુરૂદ્વારા અન્ય સહિતના અન્ય જાહેર સ્થળોએ ઉપયોગમાં લેવાતા લાઉડસ્પીકરોને ચાલુ રાખવાની મંજૂરી લેવા અથવા તો તેમને ઉતારી લેવા વિશેની નોટિસોના સંબંધમાં વાત કરતા કહ્યું હતું કે, આ કોઈ સરકારનો નહીં, પરંતુ ન્યાયાલયનો નિર્ણય છે.
આથી મુસલમાનોએ હંમેશની જેમ ન્યાયાલયના નિર્ણયનો સન્માન કરવા માટે દરેક કાયદાકીય જરૂરિયાતને પૂર્ણ કરવી જોઈએ અને સંયમ રાખીને અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ ખંડપીઠના આદેશનો અમલ કરવો જોઈએ. ઉલ્લેખનીય છે કે, ન્યાયાલયે ઉત્તરપ્રદેશમાં ધ્વનિ પ્રદૂષણને કાબૂમાં કરવા માટે સરકારની નિષ્ફળતા માટે સ્થાનિક વહીવટી તંત્ર પાસેથી જવાબ માંગ્યો છે. હંમેશા વાગી રહેલા લાઉડસ્પીકરો સ્થાનિક અધિકારીઓની મંજૂરી લઈને ચલાવવામાં આવે છે.
કોર્ટ પરવાનગી વગર ચલાવવામાં આવી રહેલા લાઉડસ્પીકરોના વિશે માહિતી આપવાનું કહ્યું છે. આ આદેશ પછી વહીવટીતંત્રે બધા જ ધાર્મિક સ્થળોને નોટિસ આપીને લાઉડસ્પીકર માટે મંજૂરી લેવાનું કહ્યું છે.
ઉત્તરપ્રદેશની બધી જ મસ્જિદોમાં લાઉડસ્પીકર માટે કાયદાકીય પરવાનગી મેળવો : મૌલાના અર્શદ મદની

Recent Comments