(એજન્સી) લખનૌ, તા.૩
આખા ભારતમાં ગાયના નામ પર હિંસક ઘટનાઓ થઈ રહી છે. ગૌઆતંકી માસૂમ અને નિર્દોષ લોકોને ગૌહત્યાના નામ પર હુમલો કરી રહ્યા છે. આની વચ્ચે યુપીના ગૌડા જિલ્લામાં કેટલાક લોકોએ દશેરા અને મોહર્રમના અવસરે વાછરડાનું ગળું કાપી હિંસા ભડકાવવાનો પ્રયાસ કર્યો હતો. મશહુર શાયર ઈમરાન પ્રતાપગઢીએ આ મામલે પોતાના ફેસબુક પર આ ઘટનાની કેટલીક તસવીરો અને પોસ્ટ લખી છે. જેના મુજબ રામસેવક દીક્ષિત અને મંગલ દીક્ષિતે ગામના જ ગણેશ પ્રસાદના વાછરડાને ખોલીને તેનું ગળું ચીરી નાંખ્યું હતું. તેમને આવું કરતાં એક હિન્દુ ભાઈએ જોઈ લીધું અને તેણે તરત જ પોલીસને બોલાવી હતી. સંયોગથી પોલીસ વેન થોડા દૂરથી પસાર થઈ રહી હતી. પોલીસે રંગેહાથ રામસેવક દીક્ષિતને લોહી લાગેલી છરી અને કાપવામાં આવેલ વાછરડા સાથે ધરપકડ કરી હતી. આ ઘટના ગોંડા પોલીસના કટરા બજારના ગામ દેવા પસિયા ભરપુરવાની છે. ૧ ઓકટોબર રાત ૧ર વાગે પોલીસની રીંગ વાગી અને ઘટનાને પોલીસની સમજદારીથી ગોંડા બળવાથી બચાવી લીધું હતું. એડિશનલ એસપી ગૌડાએ ધરપકડ રામસેવક અને મંગલ દીક્ષિત પર રાસુકાની કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે. ત્યાં પહોંચેલી પોલીસે રંગે હાથે રામસેવક દીક્ષિત અને લોહીથી લથપથ ચાકુ અને કાપેલા ગાયના વાછરડા સાથે ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે ગૌડા પોલીસે ટ્વિટર દ્વારા જાણકારી આપતાં કહ્યું કે આ મામલે આરોપી વિરૂદ્ધ ધારા ર૯પ-એ, ૧પ૩-એ, પ૦પ-બી અને સાથે ૩/૮ ગૌવધ નિવારણ અધિનિયમ અભિયોગ પંજીકૃત કર માનનીય ન્યાયાલય મોકલવામાં આવ્યું હતું. શાયર ઈમરાન પ્રતાપગઢીએ પોતાના ફેસબુક પેજ પર કેટલાક ચિત્ર શેયર કર્યા છે. આખા ઘટનાક્રમની જાણકારી તેમને નીચે પ્રમાણે આપી હતી. રામસેવક દીક્ષિત અને મંગલ દીક્ષિતે ગામના જ ગણેશ પ્રસાદનો વાછરડો ખોલીને તેનું ગળું કાપી નાંખ્યું ત્યાં હાજર રહેલ એક હિન્દુ ભાઈએ આ જોઈને ૧૦૦ નંબર ડાયલ કરી દીધો. દશેરા, દુર્ગાપૂજા, મોહર્રમ, ગાંધી જયંતી જેવા મહત્ત્વપૂર્ણ તહેવારો વચ્ચે તણાવમાંથી પસાર થઈ રહેલા સમાજ માટે આ ઘટના કેટલી ભયાવહ થઈ શકતી હતી. જો સાચો આરોપી પકડાયેલ ન હોત તો અંદાજો લગાવી શકાય કે આનો આરોપ મુસ્લિમો પર જાત અને જેના કારણે તોફાનો પણ થઈ શકયા હોત. મિત્ર જેવા ભાઈ મસૂદ આલમે આખી ઘટનાની વિગતો અને તસવીરો આપી હતી. આ ઘટનાની ઉંડાણપૂર્વક તપાસ થાય તો કેટલાક મોટા સાજીશકર્તાના નામ સામે આવશે. તમે લોકો પોતપોતાના વિસ્તારોમાં ગામોમાં સાવધાન રહો. આજુબાજુમાં નજર રાખો કારણ કે સમાજને બાળવા અને તોડવાના પ્રવાસ કરનારા ગદ્દાર તમારી આજુબાજુમાં જ છુપાયેલા છે.
યુપીમાં કોમી તોફાનો ભડકાવવાનો પ્રયાસ નિષ્ફળ વાછરડાને કાપતાં દીક્ષિત બંધુ ઝડપાયા : ફરિયાદ દાખલ

Recent Comments