(એજન્સી) કાનપુર,તા.૨૮
કાનપુરના કર્નલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લુધૌરા શેરીમાં એક અજીબ મામલો સામે આવ્યો. એક મરઘાંને કારણે બે પક્ષો વચ્ચે મારા-મારી અને પથ્થરમારો થયો હતો. ઘટનાની સૂચના મળતાં જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો. બન્ને પક્ષોને સમજાવા છતાં પણ વાત બની ન હતી. જેથી પોલીસ આરોપી મરઘાંની તપાસ શરૂ કરી અને ખૂબ જ મુશ્કેલી બાદ મરઘાંની ધરપકડ કરી હતી. મરઘાંને પોલીસ સ્ટેશનમાં લાવી જેલમાં પૂરી દેવામાં આવ્યો હતો. મરઘાંને પાલનાર રામ અને તેના પુત્ર શેરાની પણ પોલીસે ધરપકડ કરી હતી. સમાપક્ષને કોઈપણ વ્યક્તિ સામે આવતા પોલીસે પોતાની તરફથી મારામારી, શાંતિભંગની ધારાઓ લગાવી કેસ દાખલ કર્યો હતો. વિગતવાર બનાવ એવો બન્યો હતો કે પાડોશમાં રહેનાર રામના મરઘાંને પાડોશીને ચોંચ મારી હતી. આના પર પાડોશીએ પગથી મરઘાંને લાત મારી હતી. મરઘાંને મારવાને લઈ રામના પુત્ર શેરાએ એના પાડોશીને બે-ચાર લાફા મારી દીધા હતા. જેના લીધે પાડોશી અને શેરા વચ્ચે બોલાચાલી થઈ ગઈ. વાત એટલી વણસી કે બન્ને વચ્ચે હાથાપાઈ શરૂ થઈ ગઈ. પાડોશી અને શેરાના પરિવારની મહિલાઓ બહાર આવી ગઈ બન્ને પક્ષો વચ્ચે પથ્થરમારો શરૂ થઈ ગયો. મહોલ્લામાં અફરાતફરીનો માહોલ થઈ ગયો. હાલમાં પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી મામલાને સંભાળી લીધો છે.
યુપીમાં મરઘાંને લીધે થઈ બબાલ ! મારામારી સાથે પથ્થરમારો થયો

Recent Comments