(એજન્સી) તા.ર૪
મંગળવારે સાંજે ગોવર્ધનની એક કોલોનીમાં છ વર્ષના બાળક સાથે હવાલદાર દ્વારા કુકર્મ કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. હવાલદારની વિરૂદ્ધ ગોવર્ધન પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે. પોલીસ બાઈક ટીમ ચેતક પર નિયુક્ત અધિકારી કુલદીપસિંહ ગોવર્ધનની એક કોલોનીમાં ભાડાના ઘરમાં રહે છે. મૂલતઃ મેરઠના હસ્તિનાપુર રહેવાસી કુલદીપ પાછલા ત્રણ મહિનાથી ગોવર્ધનમાં નિયુક્ત છે. આજુબાજુના લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. ત્યારબાદ તમામ લોકોએ પોલીસ સ્ટેશન પહોંચી અધિકારીની વિરૂદ્ધ ફરિયાદ કરી. વરિષ્ઠ પોલીસ સુપ્રિટેન્ડેન્ટ શુલભ માથુરે જણાવ્યું કે, પાડોશમાં રહેતી મહિલાએ આરોપ લગાવ્યો કે પોલીસ અધિકારીએ તેમના ૬ વર્ષના પુત્રની સાથે કુકર્મ કર્યું છે. જ્યારે તે પહોંચી તો તે ત્યાંથી ભાગી ગયો હતો. હવાલદારને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને બરતરફ માટે મુખ્યાલયને રિપોર્ટ મોકલવામાં આવી રહ્યો છે.