(એજન્સી) તા.૧ર
તમને જણાવી દઇએ કે તાજમહેલ દુનિયાની સાત અજાયબીઓમાંથી એક છે. યુનેસ્કોે પણ તેને વિશ્વ ઐતિહાસિક વારસામાં સ્થાન આપ્યું છે. દુનિયાભરમાંથી લાખો-કરોડો પ્રવાસીઓ ભારતની શાન સમાન ભવ્ય તાજમહેલને નિહાળવા માટે આવે છે. આ કારણે જ દેશના ટુરિઝમનો પણ સારો એવો વિકાસ થયો છે. સરકારને પણ આ કારણે કરોડો રુપિયાની મહેસૂલી આવક થાય છે. છતાં ૧૬મી સદીમાં નિર્માણ પામેલા તાજમહેલને ઉત્તરપ્રદેશના સાંસ્કૃતિક વારસામાં સ્થાન અપાયું નથી. યોગી આદિત્યનાથની સરકાર દ્વારા પ્રથમ બજેટની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મંગળવારે જાહેર આ નિર્ણયની વિદ્વાનો આકરા શબ્દોમાં ટીકા કરી રહ્યાં છે. ર૦૧૭-૧૮ના વાર્ષિક બજેટમાં હમારી સાંસ્કૃતિ વિરાસત તરીકે તાજમહેલ માટે કોઇ સ્પેશિયલ ફંડ કે જાહેરાત કરવામાં આવી ન હતી. નાણામંત્રી દ્વારા ૬૩ પાનાની સ્પીચમાં આ અંગે કોઇ ઉલ્લેખ કરાયો નથી. જોકે યુપીના મંત્રી યોગી આદિત્યનાથ કહે છે કે તાજમહેલની સ્થાપના મુઘલ બાદશાહ શાહજહાં દ્વારા કરવામાં આવી હતી તેને ભારતની પ્રાચીન સંસ્કૃતિ સાથે કોઇ લેવા દેવા નથી. જોકે તેમના આ નિવેદની વિપક્ષ સહિત અનેક વિદ્વાનો આકરા શબ્દોમાં ટીકા કરી રહ્યા છે. તાજમહેલ પણ એવા વારસામાં સામેલ થઇ ગયો છે જેને સરકારે સાંસ્કૃતિક વારસા તરીકે જાહેર કર્યા નથી. વિદ્વાનો તેની આકરા શબ્દોમાં ટીકા કરી રહ્યા છે. તે કહે છે કે સરકારનું આ પગલું એક કોમવાદ પ્રેરિત છે અને તે તાજમહેલ પર હિન્દુત્વનો સ્ટેમ્પ લગાવવા માગે છે. જોકે અયોધ્યા, વારાણસી, મથુરા અને ચિત્રકૂટ જતા શ્રદ્ધાળુઓ માટે અવનવી સ્કીમોની જાહેરાત કરવામાં આવી છે. સરકાર સ્પષ્ટપણે ભેદભાવ અને કોમવાદ ફેલાવી રહી છે તે હવે સ્પષ્ટ થઇ ગયું છે. રાજ્યના નાણામંત્રી રાજેશ અગ્રવાલે નફ્ફટાઇભર્યા શબ્દોમાં કહી પણ દીધું કે રાજ્યમાં ટુરિઝમને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે અમારી સરકારે સાંસ્કૃતિ અને ઐતિહાસિક મહત્વને જોઈને નવી યોજનાઓ તૈયાર કરી છે. તેમણે વિધાનસભામાં રામના નામનું ઉચ્ચારણ પણ કર્યુ હતું. જોકે સરકારના આ નિર્ણય સામે લોકો રોષ ઠાલવી રહ્યાં છે. ટોચના વિદ્વાનો અને ઇતિહાસકારોએ સરકારે આડેહાથ લીધી છે. તેઓ કહે છે કે સરકારે દરેક ધર્મોના વિકાસની વાત કરવી જોઈએ. હવે એવો ભય ઊભો થયો છે કે સરકારના આ નિર્ણયથી તાજમહેલથી થતી આવક ઘટવાનો ભય ઊભો થશે. આગ્રામાં ત્રણ ઐતિહાસિક સ્થળો છે જે સારું એવું બજેટ મેળવવાનો અધિકાર ધરાવે છે. જો આગ્રામાં ટુરિઝમ વધશે તો મથુરામાં પણ આપમેળે ટુરિઝમ વધવાનું જ છે. આ માહિતી રાજીવ સક્સેનાએ આપી હતી. તે ટુરિઝમ ગિલ્ડ ઓફ આગ્રાના સચિવ છે. પ્રોફેસર રાજેશ શર્માએ પણ કહ્યું કે સરકારે રાજ્યના દરેક સ્થાપત્યોને ધર્મોથી અલગ પાડી દેવા જોઇએ અથવા તો લોકોની ધાર્મિક લાગણી પર ભાર આપવો જોઇએ. રાજેશ મિશ્રા લખનૌ યુનિવર્સિટીના પ્રોફેસર છે. સરકાર દ્વારા સ્વદેશ દર્શન યોજના હેઠળ ૧ર૪૦ કરોડનું બજેટ અપાયું છે. જેમાં સંપૂર્ણપણે તાજમહેલને નજરઅંદાજ કરાયો છે.