(એજન્સી)
મુઝફ્ફરનગર,તા.૮
યુપીનો સંવેદનશીલ જિલ્લો મુઝફ્ફરનગર ફરી એકવાર હિંસાનો ભોગ બન્યો છે. જિલ્લામાં એક ગામમાં દલિત અને ઠાકોર સમાજ વચ્ચે છેડછાડની ઘટના બાદ ખૂની સંઘર્ષ થયો. આ સંઘર્ષમાં ૧૮ લોકોને ઈજાઓ થઈ હતી. હુમલાખોરોએ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પણ ક્ષતિગ્રસ્ત કરી. બંને પક્ષો વચ્ચે ઘણા સમય સુધી ગોળીબારો ચાલ્યા. પોલીસ પર પણ ફાયરિંગ થયું. વરિષ્ઠ અધિકારીઓએ ઘટનાસ્થળે જઈ સ્થિતિની સમીક્ષા કરી. પછી ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા. એક ગામમાં દલિત વસ્તીમાં ગુરૂ સમનદાસના જન્મદિને કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દલિત સમાજના પુરૂષોએ ભાગ લીધો હતો. તે સમયે ઠાકોર સમાજના લોકો ઘૂસી ગયા અને દલિત મહિલાઓ સાથે છેડછાડ કરી હતી. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે જોરદાર મારામારી થઈ. દલિત મહિલાઓએ ત્યારબાદ પ્રદર્શન કર્યા. વરિષ્ઠ અધિકારીઓએ ઘટનાસ્થળે જઈ મહિલાઓને સમજાવી શાંત કરી હતી. હિંસક ઝડપમાં ૧૮ લોકો ઘાયલ થયા હતા.