સંભલ, તા.૧
સ્થાનિક સત્તાવાળાઓએ કડક આદેશો બહાર પાડી ચેતવણી આપી છે કે બકરી ઈદના દિવસે જો ગાય, ભેંસ, ઊંટ અથવા બળદની કુર્બાની આપવામાં આવશે તો એમની સામે ગેંગસ્ટર્સ કાયદા હેઠળ પગલાં લેવામાં આવશે. સંભલના બધા જ પોલીસ સ્ટેશનોને નિગરાની રાખવા આદેશો અપાયા છે. સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ રશીદખાને જણાવ્યું હતું.
ર૦૧૬ સુધી પશુઓની કુરબાની સરકારી કતલખાનાઓમાં કરાતી હતી પણ એમના બંધ થવાથી ઉ.પ્ર.માં મુશ્કેલીઓ અને મૂંઝવણો ઊભી થઈ છે.
સરકારે જાહેરાત કરી છે કે આ ગુનામાં સંડોવાયેલ વ્યક્તિઓની સ્થાવર અને જંગમ મિલકત જપ્ત કરવામાં આવશે.
ઉત્તરપ્રદેશ પોલીસે જૂન મહિનામાં કડક ચેતવણી આપી હતી કે, ગાયની કતલ અથવા ગેરકાયદેસર ગૌમાંસનું પરિવહન કરનાર સામે દ્ગજીછ હેઠળ અને ગેંગસ્ટર્સ એક્ટ હેઠળ પગલાં લેવામાં આવશે.
દ્ગજીછની જોગવાઈઓ હેઠળ સરકાર કોઈપણ વ્યક્તિને ગમે તેટલા સમય સુધી જેલમાં રાખી શકે છે અને એ માટે સરકારને કોઈ કારણો જણાવવાની પણ જરૂર નથી. જે વ્યક્તિની ધરપકડ ગેંગસ્ટર્સ એક્ટ હેઠળ કરવામાં આવે એ પોલીસ રેકર્ડમાં ગેંગની યાદીમાં સમાવિષ્ઠ થઈ જાય છે.
આનાથી પોલીસને અધિકાર મળે છે કે એ વ્યક્તિ ઉપર સતત નિગરાની કરી શકે અને ગમે તે સમયે પોલીસ સ્ટેશનમાં બોલાવી પૂછપરછ કરી શકે ભલે એમની વિરૂદ્ધ કોઈ નવો ગુનો નોંધાયો નહીં હોય. આ કાયદા હેઠળ પોલીસ ૬૦ દિવસના રિમાન્ડ મેળવી શકે છે જે રિમાન્ડ અન્ય કાયદા હેઠળ ૧૪ દિવસના રિમાન્ડ મેળવી શકે છે.
ગૌહત્યા અને ગેરકાયદેસર પશુઓની હેરફેરનો કાયદો સમાજવાદી સરકારે પસાર કર્યો હતો પણ એનો કયારે પણ સખ્તાઈથી અમલ કરાયો નહતો. કેન્દ્ર સરકારે પણ હાલમાં જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં સમગ્ર દેશમાં કતલ માટે પશુઓની ખરીદ વેચાણને ઉપર પ્રતિબંધ મૂક્યો છે. જો પશુઓની ખરીદી પશુઓની બજારોમાંથી કરાઈ હશે તો એમની સામે કડક પગલાં લેવામાં આવશે.