(એજન્સી) તા.૩
ર૦૦૦ની સાલમાં લોસ એન્જેલસ પોલીસ (એલએપીડી)ને ફેડરલ કોર્ટે પ વર્ષ માટે ફેડરલ સુપરવિઝન હેઠળ રાખવા માટે આદેશ કર્યો હતો. લોસ એન્જેલસની પોલીસ પર જાતિવાદ, ભ્રષ્ટાચાર, બિનકાર્યક્ષમ, પોલીસ તરીકેની સત્તાનો દુરુપયોગ, પીડિત નાગરિકોની હેરાનગતિ, નાગરિક અધિકારોના ભંગ કરવાનો આરોપ લાગ્યો હતો. યુએસના ફેડરલ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે એલએપીડી વિરુદ્ધ તપાસના આદેશ કરી દીધા. તેના પર સુધારાઓનો અમલ ન કરવાનો પણ આરોપ હતો. ૧૯૯૧માં ચાર શ્વેત અધિકારીઓ દ્વારા મારપીટ પણ કરવામાં આવી હોવાની ઘટના બની હતી. ૧૯૯રમાં આ ચારે શ્વેત અધિકારીઓને દોષિત ઠેરવાયા. તેમના પર શહેરમાં રમખાણો કરવા, તે દરમિયાન પપ નાગરિકોનાં મોત તથા ર૦૦૦થી વધુ લોકો ઘવાયા માટે પણ જવાબદાર ઠેરવાયા હતા. આ રમખાણો દરમિયાન ૧ બિલિયન ડોલરની સંપત્તિને પણ નુકસાન થયું હતું. આ મામલે તપાસ ધરાતા ૭૦ જેટલા અધિકારીઓએ નોકરી ગુમાવી હતી, ૧૦૬ દોષિત ઠર્યા હતા. શહેરના તંત્રએ પણ આ દરમિયાન પીડિતોને વળતર તરીકે ૧રપ મિલિયન ડોલર ચૂકવ્યા હતા. જોકે ર૦૦૯માં ફેડરલ સુપરવિઝન પાછું ખેંચી લેવાયું. જોકે હવે આવી જ રીતે આપણી ઉત્તરપ્રદેશની પોલીસની કેન્દ્રના નિરીક્ષણ હેઠળ લાવવાની જરુર છે. કેટલાક ખુશ પોલીસકર્મીઓ બેફામ રીતે નિર્દોષ વ્યક્તિઓની હત્યા કરી રહ્યાં છે અને ખોટી એન્કાઉન્ટર નીતિ અપનાવી રહ્યાં છે. નોંધનીય છે કે આ એન્કાઉન્ટર નીતિ છેલ્લે માર્ચ ર૦૧૭માં યુપીની યોગી સરકાર દ્વારા અપનાવાઇ હતી. તાજેતરમાં એપલના સેલ્સ એક્ઝિક્યુટીવ વિવેક તિવારીની હત્યા કરવામાં આવી. ૩૦ સપ્ટેમ્બરના રોજ તેની ઠંડે કલેજે બે પોલીસકર્મીઓએ હત્યા કરી દીધી. તેની કુલીગ સના ખાન ઘટના સમયે તેની સાથે જ હતી. તેને પણ ઘરમાં કલાકો સુધી નજરકેદ કરી રાખવામાં આવી. આ ઘટનાને કોમી રંગ આપવામાં આવ્યો. સના પાસેથી એક કોરા કાગળ પર સહી લેવામાં આવી. યુપીના ન્યાયમંત્રી બ્રજેશ પાઠકે આ મામલે પુષ્ટિ પણ કરી હતી. સનાએ કહ્યું કે યુપી પોલીસ ખરેખર તો કોમવાદી બની ગઇ છે અને તે ક્રૂરતા આચરી રહી છે. તેનું લશ્કરીકરણ કરવામાં આવી રહ્યું છે. સનાએ કહ્યું કે પોલીસ જાતે જ તેની સ્ટોરી ઘડી કાઢે છે અને એફઆઇઆરમાં પણ તે જાતે એવું જ લખી નાખે છે. તેઓએ મારા ચારિત્ર્ય ઉપર પર કલંક લગાવવાનો પ્રયાસ કર્યો છે. તાજેતરમાં જ યુપીની એક મહિલા પોલીસનો વીડિયો વાઇરલ થયો હતો. તે મેરઠની હતી અને એક છોકરી સાથે મારપીટ કરી રહી હતી. છોકરી મુસ્લિમ યુવકના પ્રેમમાં હતી અને તેની જ સજા તેને કરવામાં આવી રહી હતી. વિહિપના કાર્યકરો તે મુસ્લિમ યુવકના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેની સાથે અભ્યાસ કરી રહેલી યુવતીને તેમણે માર પણ માર્યો. તેના પર લવ જેહાદનો આરોપ મૂક્યો. આ છોકરાને પકડીને પોલીસને સોંપી દીધો. અહીં તો કોઇ ગુનો થયો ન હતો. વિહિપના કાર્યકરો જ્યારે મુસ્લિમ યુવકને મારી રહ્યાં હતા ત્યારે પોલીસકર્મીઓ પણ ત્યાં જ ઊભા હતા છતાં તેઓએ કોઇ કાર્યવાહી કરી ન હતી. મહિલા પોલીસકર્મીએ તો યુવતીને દબાણ કર્યું કે તે મુસ્લિમ છોકરા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી દે. જોકે તેણે ઇન્કાર કરી દીધો હતો. યુવતીના પરિજનોએ પણ આ મામલે પુષ્ટિ કરી હતી.
(સૌ.ઃ ધ સિટીઝન.ઈન)