(એજન્સી) લખનઉ, તા. ૨૨
યુપીની સ્થાનિક ચૂંટણીમાં ‘છેડછાડવાળા’ વોટિંગ મશીનોએ ચૂંટણીના માહોલ ખરાબ કર્યો છે. બુધવારે ત્રણ તબક્કામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ શરૂ થી. મતદાતાઓએ રાજ્યના ૨૪ જિલ્લાઓમાં મતદાન કર્યું જે ભાજપ માટે અગ્નિપરીક્ષા સમાન ગણવામાં આવી રહ્યો છે. પહેલા તબક્કામાં ઓછું મતદાન નોંધાયું હતું. રાજ્ય ચૂંટણી પંચના જણાવ્યાનુસાર ૪૬ ટાક મતદાન થયું હતું. કુલ મતદાન ઓછુ થયું હતું. ટેકનીકલ ખામી, ખામીયુક્ત વોટીંગ મશીનો, બોગસ વોટિંગ જેવા મુદ્દાઓને કારણે ચૂંટણીનો માહોલ ખરાબ થયો. એવો પણ રિપોર્ટ હતો કે કેટલાક ઉમેદવારો અને એજન્ટો તેમના મોબાઈલ લઈને બૂથમાં દાખલ થયાં હતા જોકે તેને સત્તાધિશો દ્વારા પડાવી લેવામાં આવ્યાં હતા. મેરઠ વિસ્તારમાં વોર્ડ નંબર ૮૯ માં હોબાળો મચ્યો હતો. એવો આક્ષેપ થયો હતો કે અહિં ગમે તે પાર્ટીને વોટ આપવામાં તેમ છતાં પણ તે ભાજપના ઉમેદવારને મળતો હતો જેને પરિણામે લોકોએ હંગામો મચાવ્યો હતો. મેરઠના નાગરિકોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે મતદાર યાદીમાં મૃત લોકોનો નામનો પણ સમાવેશ કરાવમાં આવ્યો હતો. જ્યારે કેટલાક સાચા મતદાતાઓના નામ ગાયબ હતા. ઉન્નાવમાં ભાજપ સાંસદ સાક્ષી મહારજનું નામ પણ મતદાતાયાદીમાંથી ગાયબ જોવા મળતાં તેઓ નારાજ થયાં હતા. તેમણે આમાં ષડયંત્રનો આક્ષેપ કર્યો કે જવાબદાર લોકોની સામે કડક પગલાં ભરવામાં આવે. સાક્ષી મહારાજને પત્રકારોને કહ્યું કે જિલ્લા મેજિસ્ટ્રેટ નવા છે પરંતુ વધારાના જિલ્લા મેજિસ્ટ્રેટ ચૂંટણી પ્રક્રિયા પર દેખરેખ રાખી રહ્યાં છે. આ કોઈ ભૂલ નથી નથી પરંતુ જાણીજોઈને કરવામાં આવેલું કાવતરૂ છે તેવું તેમણે કહ્યું. એવો પણ આક્ષેપ થયો હતો કે ઉમેદવારો મતદાતાઓને ભેટસોગાદો આપીને લલચાવી રહ્યાં હતા.