અંકલેશ્વર, તા. રપ
ગત સાંજે ૬.૦૦ કલાકે પાનોલી જીન ખાતે આયોજિત ગુજરાત ખેડૂત સમાજની ખેડૂતો નાગરિકો આગેવાનો સાથેની બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ, કરવામાં આવી હતી.જેમાં
દક્ષિણ ગુજરાતની સાંકડી પરંતુ ફળદ્રુપ, સઘન બારમાસી પિયતની મર્યાદિત જમીનવાળી પટ્ટીમાં અગાઉથી જ નેશનલ હાઇ વે અને પશ્ચિમ રેલ્વે મૌજુદ છે ત્યારે એ પ્રકારના અન્ય પ્રોજેક્ટ જરુરી છે નથી એ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે
જો એક્સપ્રેસ વે અને બુલેટ ટ્રેનના મહાકાય પ્રોજેક્ટ સાકાર કરાય તો એ થકી આ વિસ્તારની જનતાને પડનારી હાલાકીઓનો કેવી રીતે હલ કરવામાં આવશે એ વિશે સાચી માહિતી આપવામાં આવંતી નથી જેથી આ પ્રોજેકટનો ખેડૂતો ભારે વિરોધ કરે છે.
તાજેતરમાં આ પ્રોજેક્ટોને હાઇકોર્ટે ફટકાર લગાવી છે તો હવે સરકાર આ વિષયે ખોટી ઉતાવળ ના કરશે એવી આશા દર્શાવવામા આવી.
બહોળી સંખ્યાના સીધી લીટીના અસરગ્રસ્તો ના ભવિષ્ય અને તેઓ આધારિત મજદૂર વર્ગના ભવિષ્ય ની ચિંતાઓ આ પ્રોજેક્ટ ને ડ્રીમ ગણાવનારાઓએ કરી નથી એવો સ્પષ્ટ સુર આગેવાનો અને વિસ્તારના ખેડૂતોનો હતો.
આવા કદ્દાવર પ્રોજેક્ટ મા જમીન મકાનો પ્લોટો વિ મિલકતો ગુમાવનારાઓને મળનારુ નહિવત્‌ વળતર બાબતે માંગ કરાઇ કે સૌપ્રથમ રાજયની જંત્રી સુધારીને વર્તમાન બજાર ભાવને સુસંગત કરવામાં આવે અને ત્યાર બાદ સરકાર જાહેરાત કરે કે એ કેટલુ વળતર આપવા માગે છે ત્યાર બાદ સંતોષ પછી પ્રોસિજર આગળ વધારે.
પર્યાવરણની કોર્ટે એટલે કે એન જી ટી એ હજી સુધી એક્સપ્રેસ વે ના નિર્માણ પર સ્ટે ચાલુ રાખેલ છે ત્યાંરે પર્યાવરણ ના મુદ્દાઓ પર સરકાર કેટલી ચિંતિત છે એ બાબતે જાહેર જનતા સમક્ષ ખુલીને સ્પષ્ટતાઓ કરાય એવી લાગણી દર્શાવાઇ.
ખાસ ભાર આ મુદ્દા પર આપવામાં આવ્યો કે યુપીએ સરકારે સમસ્ત ભારતના ખેડૂતોને શોષણમાથી મુક્ત કરવા જે નવો જમીન સંપાદન કાયદો બનાવેલ છે તેને અમલમાં મુકવાને બદલે તેને બદલવાના હિન પ્રયાસો સંસદમાં મોદી સરકારે કર્યા જૈનો રાજયસભાના વિપક્ષના બહુમત સાંસદોએ ભારે વિરોધ કરી કાનૂન બદલવા ના દીધો એટલે ગુજરાતની ભાજપ સરકારે રાજય પુરતો જમીન સઃપાદનનો કાળો કાનૂન બનાવી એ મૂજબ કાર્યવાહી ચાલુ કરી ખેડૂતો ની પીઠમાં ખંજર ભોકયુ છે જેની નોંધ કોર્ટે પણ લીધી છે અને એક્સપ્રેસ વે મા પણ નવો કાનૂન હાજર હોવા છતા ૧૯૫૬ નો જુનો કાનૂન લાગું કરી બજાર કિમતના ચાર ગણા ભાવ આપવાના બદલે બજાર કિંમત ના ચોથા ભાગે જમીન ઝુટવવાનુ શરૂ કર્યુ છે જેનો સખત વિરોધ કરી યુપીએ સરકારે બનાવેલા નવા જમીન સંપાદન કાનૂન મૂજબ કાર્યવાહી કરવાની ભારે અને એકી અવાજે માંગ ઉઠાવવામાં આવી.
હાલ હાઇકોર્ટમાં બુલેટ ટ્રેન વિષયક પિટીશન કરનારા ખેડૂત સમાજ તરફથી એડવોકેટ આનંદ યાજ્ઞિક જી અને રાજયસભાના સાંસદ અમીબહેન પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા તથા ગુજરાત ખેડૂત સમાજ ના પ્રદેશ સ્તરના આગેવાનો જયેશભાઇ પાલ, જયેશભાઇ દેલાડ, મહેન્દ્રભાઇ કરમરયા, સંદીપ માંગરોલા, હનીફ હાંસલોદ, નિપુલ પટેલ, જીગ્નેશ પટેલ, વિપુલ પટેલ , ગાલિબ પટેલ, દીપક ચૌહાણ વિ આગેવાનો ઉપસ્થિત રહ્યા.