(એજન્સી) નવી દિલ્હી, તા.પ
લોકસભા ચૂંટણી ર૦૧૯ અંગે બિહારની એનડીએમાં ઉથલ-પાથલ હજુ પણ સમાપ્ત થઈ નથી. ભલે જ સમય-સમયે એવી વાતો આવતી રહી છે કે બિહાર એનડીએમાં બધુ સામાન્ય થઈ ગયું છે અને બેઠકો અંગે કોઈ વિવાદ થશે નહીં પરંતુ કેન્દ્રીય મંત્રી નીતિશકુમાર પર હાલમાં કરેલા કટાક્ષથી આ સ્પષ્ટ થઈ ગયું છે કે, ઉપેન્દ્ર કુશવાહા, લોકસભામાં પાછલા વર્ષની સરખામણીમાં ઓછી બેઠકો પર રાજી થવાના નથી. રવિવારે રાલોસપા પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ પોતાના જ ઘટક દળ જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર પર નિશાન સાધતા તેમને પૂછ્યું કે તેમની ડીએનએ રિપોર્ટ શું છે. જણાવી દઈએ કે બિહાર એનડીએમાં ભાજપ અને જેડીયુની વચ્ચે લોકસભા ચૂંટણી માટે બેઠકો અંગે સરખા ભાગની સમજૂતિ થઈ છે. ઉપેન્દ્ર કુશવાહાએ મુખ્યમંત્રી નીતિશને પૂછ્યું કે, રાજ્યની જનતા તમારી પાસેથી એ જાણવા માગે છે કે, તમારી ડીએનએ રિપોર્ટ શું છે અને તે આવી છે કે નહીં. મુઝફ્ફરપુરમાં રવિવારે એક કાર્યક્રમને સંબોધિત કરતા કુશવાહાએ નીતિશને આ પ્રશ્ન પૂછ્યો હતો. ધ્યાન આપવાવાળી વાત એ છે કે ગત દિવસો દરમિયાન જ પટનામાં સરદાર પટેલની જયંતી પર કુશવાહાએ નીતિશની ઘણી પ્રશંસા કરી હતી અને તેમને મોટા ભાઈ ગણાવ્યા હતા. સાથે જ આ દાવો કર્યો હતો કે, નીતિશકુમાર સત્તાથી તૃપ્ત થઈ ગયા છે અને મુખ્યમંત્રીની ખુરશી છોડવા ઈચ્છે છે. તેમણે જણાવ્યું હતું કે, નીતિશકુમારે તેમને પૂછ્યું છે કે, ૧પ વર્ષ મુખ્યમંત્રી રહ્યા પછી હવે કેટલા દિવસ રહેશે અને આ સ્થાન ખાલી થવાનું છે. કુશવાહાએ બુધવારે પટનામાં પોતાની પાર્ટીના કાર્યક્રમમાં આ પણ કહ્યું કે, નીતિશકુમારના મનની ઈચ્છા પૂરી થઈ ગઈ છે. સત્તાથી તેમનું મન તૃપ્ત થઈ ગયું છે અને કોઈ વ્યક્તિને તેની ઈચ્છાની વિરૂદ્ધ ખુરશી પર રાખી શકાતી નથી. જો કે કુશવાહાએ સ્વીકાર્યું છે જનતાએ જનાદેશ નીતિશકુમારને આપ્યો છે. પરંતુ ઉપેન્દ્ર કુશવાહાએ વારંવાર કહ્યું છે કે તેમની વાતોનો ખોટો અર્થ કાઢવો જોઈએ નહીં કે તેઓ નીતિશકુમારનું રાજીનામું માંગી રહ્યા છે. મુઝફ્ફરપુરમાં રાલોસપા પ્રમુખે આક્ષેપ લગાવ્યો કે, નીતિશ કુમારજી મને નીચ કહે છે. હું આ મંચના મોટા ભાઈ નીતિશકુમારને પુછવા ઈચ્છું છું કે, ઉપેન્દ્ર કુશવાહા એટલા માટે નીચ છે કારણ કે તે દલિત, પછાત અને ગરીબ યુવાનોને સુપ્રીમ કોર્ટમાં જજ બનાવવા ઈચ્છે છે. અમે પછાત તેમજ અતિપછાત વર્ગોની વાતો અને તેમના હિતોને ઉઠાવીએ છીએ માટે નીચ છીએ. સામાજિક ન્યાયની વાત કરીએ છીએ માટે ઉપેન્દ્ર કુશવાહા નીચ છે. તેમણે જણાવ્યું કે, ઉપેન્દ્ર કુશવાહા સન્માન માટે રાજનીતિ કરે છે અને જનતા માટે રાજનીતિ કરીએ છીએ.
સૂત્રો આ પણ જણાવે છે કે, કુશવાહાની પાસે બે વિકલ્પ છે. એક તો તેઓ એનડીએમાં છે જ ત્યાં બીજી તરફ તેજસ્વી યાદવ પણ જાહેરમાં તેમને આમંત્રણ આપી ચૂક્યા છે.
નીતિશકુમાર પર હુમલો કરી પરિસ્થિતિનો લાભ ઉઠાવવાની તાકમાં તો નથી ઉપેન્દ્ર કુશવાહા ?

Recent Comments