(એજન્સી)
નવી દિલ્હી, તા.ર૮
યુપીએસસી દ્વારા લેવાયેલ પરીક્ષાના ૯૯૦ સફળ ઉમેદવારોમાં પ૦ મુસ્લિમ ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ આંકડો ગયા વર્ષની માફક લગભગ સરખો છે. ગયા વર્ષે પ૧ જેટલા મુસ્લિમોએ યુપીએસસીમાં સફળતા મેળવી હતી. આ વર્ષે સફળ થનાર પ૦ મુસ્લિમ ઉમેદવારોમાં ૧૪ મહિલા મુસ્લિમ ઉમેદવારો સામેલ છે. સાદ મિયાંખાન, ફઝલુલ હસીબ, ઝમીલ ફાતિમા ઝેબા, હસીન ઝહેરા રિઝવી અને અઝર ઝીઆ ૧૦૦ સફળ ઉમેદવારોમાં સામેલ છે. સાદ મિયાંખાને જામિયા મિલ્લિયા ઈસ્લામિયા કોચિંગ સેન્ટરમાં તાલીમ મેળવી રપમો રેન્ક મેળવ્યો છે. ૯૯૦ પસંદ કરાયેલા ઉમેદવારોમાં ૪૭૬ સામાન્ય વર્ગના, ર૭પ ઓબીસી, ૧૬પ જાતિના, અને ૭૪ અનુસૂચિત જનજાતિના ઉમેદવારોનો સમાવેશ થાય છે.
સફળ મુસ્લિમ ઉમેદવારોની યાદી નીચે મુજબ છે.
રેંક નામ
રપ સાદમિયાં ખાન
૩૬ ફઝલુલ હસીબ
૬ર જમીલ ફાતિમા જેબા
૮૭ હસીન ઝાહેરા રિઝવી
૯૭ અઝરા ઝીઆ
૧૩૭ સઈદ અબ્બાસઅલી
૧પ૪ મોતિયુર રેહમાન
૧૬પ અસીમખાન
૧૯૦ સઈદ ઈમરાન મસૂદ
ર૦૦ મુહમ્મદ જુનૈદ પી.પી.
ર૧૭ ઈલ્મા અફરોઝ
રર૬ હસરત જાસ્મીન
ર૮ર એજાજ એહમદ
૩ર૬ મો. નુહ સિદ્દીકી
૩૩૯ શેખ સલમાન
૩પર જુનૈદ એહમદ
૩૭૮ ઈનાબત ખાલીક
૩૮૪ સદ્દામ નાવાસ
૪૧૦ સઈદ જાહેદ અલી
૪૪૪ ફુરકાન અખ્તર
૪૪પ સોફિયા
૪૭૦ મો. શફીક
૪૭૧ ઝાફર ઈકબાલ
૪૮પ ગાઉસ આલમ
૪૮૭ હારિસ રાશીદ
પ૩૬ ઈહજાસ અસલમ
સીએસ
પ૩૯ અનમ સિદ્દીકી
પ૭૦ હસન શાફીન મુતુફાલ્લી
પ૭ર સાહિલા
૬૦ર મુહમ્મદ શાબ્બીર કે
૬૧૩ ઈરશાદ સીએમ
૬ર૦ ઈબશોન શાહ આઈ
૬રર અલી અબુબક્કર
ટીટી એલઆઈ
૬પ૧ રેહના આર.
૬પપ અમાલ એન એસ
૬પ૬ મુહમ્મદ નદીમુદ્દીન
૬પ૭ હારિસા બીસી
૬૯૩ શાહીદ ટી. કોમથ
૬૯પ સાહિદ એહમદ
૭૦૯ અજમલ શહેઝાદ
અલિયાર
૭રપ ઈમરાન એહમદ
૭પર બુશરા અન્સારી
૮૦૦ અફસલ હમીદ
૮૦૧ સરવૈયા રિયાભાઈ
રફીકભાઈ
૮૧૦ શીરત ફાતિમા
૮૪૧ અરીશા જાખુ
૮૪૩ આમીર બશીર
૮૪પ ખાલીદ હુસૈન
૮પ૦ આરીફખાન
૯૩૯ મો. ફારૂક
યુપીએસસી સિવિલ સેવા-ર૦૧૭ના પરિણામો જાહેર : ટોપ ૧૦૦માં ૬ મુસ્લિમ ઉમેદવારો સફળ

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૮
કેન્દ્રીય લોકસેવા આયોગે શુક્રવારે વ્યક્તિગત સાક્ષાત્કાર બાદ લેખિત પરીક્ષાઓના આધારે ર૦૧૭ સિવિલ સેવા પરીક્ષાઓના પરિણામો જાહેર કર્યા છે. વિભિન્ન સેવાપદો માટે ૧૦૦માંથી ૬ મુસ્લિમ ઉમેદવારો માટે ભલામણ કરાઈ છે. જેમાં ૧. સાદમિયાંખાન (રપ) ર. સમીરા એસ. (ર૮) ૩. ફઝલુલ રસીબ (૩૬) ૪. જમીલ ફાતિમા ઝેબા (૬ર) પ. હસીન ઝહીર રિઝવી (૮૭) અને અઝહર સિયા (૯૭)ના નામ સામેલ છે. ૯૦૯ સફળ ઉમેદવારોની યાદીમાં કુલ ૪૦ મુસલમાનો (૪.૦૪ ટકા) છે. જેમાં સૈયદઅલી અબ્બાસી રેંક (૧૩૭) મુતીઉર રહેમાન (૧પ૪) અસીમખાન (૧૬પ) સૈયદ ઈમરાન (રેંક-૧૦) મોહંમદ જૂને (રેંક ર૦૦) શીર્ષ ઉમેદવારોમાં ૧૭ પુરૂષ અને ૮ મહિલાઓ સામેલ છે. શૈક્ષણિક યોગ્યતા અનુસાર રપ ઉમેદવારો ઈજનેર છે. બાકીના રપ ઉમેદવારો બીજા વિષયોના સ્નાતક છે. સિવિલ સેવા પરીક્ષા-ર૦૧૭ જૂનમાં યોજાઈ હતી. જેમાં ૯,પ૭,પ૯૦ ઉમેદવારોએ આ પરીક્ષા માટે આવેદન કર્યું હતું. જેમાંથી ૪,પ૬,૬રપ ઉમેદવારો હાજર રહ્યા હતા. ૧૩,૩૬૬ ઉમેદવારો લેખિત પરીક્ષા માટે યોગ્ય સાબિત થયા હતા. તેમાંથી રપ૬૮ ઉમેદવારો ફેબ્રુઆરીમાં આયોજિત વ્યક્તિગત પરીક્ષણમાં યોગ્ય હતા.