(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૧
શહેરના ભરીમાતા રોડ સાબરીનગરમાં ઉર્દૂ માધ્યમની શાળા શરૂ કરવાની માંગ સાથે આજે કોર્પોરેટર અસલમ સાઈકલવાળાની સાથે શિક્ષણ સમિતિના કોંગ્રેસ પક્ષના સભ્યો નટુભાઈ પટેલ, શફીભાઈ જરીવાળા, સુરેશ સુહાગીયા સહિત કોંગ્રેસના કાર્યકરોએ શિક્ષણ સમિતિની કચેરી ખાતે ધરણાં યોજી દેખાવો કર્યો હતો.
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ફૂલવાડી ભરીમાતા રોડ સાબરીનગરમાં નવી બંધાયેલી શાળામાં એક પાળી ગુજરાતી અને એક પાળી ઉર્દૂ માધ્યમની શાળા શરૂ કરવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ શાસક પક્ષ તથા શાસનાધિકારી તરફથી હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો ન હતો. જેથી આજરોજ શિક્ષણ સીમતિની કચેરી ખાતે ધરણાં યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે ફૂલવાડી-ભરી માતા રોડ વિસતારના આશરે ૬૦૦થી વધુ બાળકો રામપુરા સ્થિત ઉર્દૂ શાળામાં અભ્યાસ કવા જાય છે જે ખૂબ જ દૂર પડે છે. તેથી સાબરીનગરની નવી શાળામાં એક પાળી ઉર્દૂ માધ્યમની શરૂ કરવાની કોંગ્રેસ પક્ષ તરફથી માંગ કરવામાં આવી છે.