(એજન્સી)
મુંબઈ, તા.૨૮
અભિનેત્રીમાંથી રાજનેતા બનનાર અને કોંગ્રેસી ઉમેદવાર ઉર્મિલા માતોંડકર અંગે સોશિયલ મીડિયા પર અપમાનજનક પોસ્ટ કરનાર પ૭ વર્ષીય શખ્સની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાઈ હતી. ત્યારબાદ બારામતી પોલીસે પ૭ વર્ષીય ઈજનેર ધનંજય કુડતરકરની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ઉત્તર મુંબઈના સંસદીય ક્ષેત્રથી કોંગ્રેસની ટિકિટ મળ્યા બાદ ઉર્મિલા માતોંડકર શરદ પવારને મળવા ગયા હતા. ત્યારબાદ તે બંનેની તસવીરો મીડિયામાં પ્રકાશિત થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ જ તસવીરને વિકૃત કરીને ધનંજયે તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ તસવીર વાયરલ થયા બાદ સ્થાનિક રાકાંપા કાર્યકર્તાઓએ બારામતી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યો હતો, પરંતુ કોઈ કાર્યવાહી ન કરાતા રાકાંપાના કાર્યકર્તાઓએ સોમવારે મોરચો ખોલ્યો. ત્યારબાદ પોલીસે ધનંજય કુડતરકરની ધરપકડ કરી હતી.