(એજન્સી) એથેન્સ, તા.૧૦
વડાપ્રધાન એલેક્સિસ સિચરસે યુનાની સંસદમાં મંગળવારે દેશના મુસ્લિમ બહુમતીઓ માટે વૈકલ્પિક રૂપે પારિવારિક વિવાદોમાં ઈસ્લામી શરિયત કાયદો બનાવી એક શતાબ્દી જૂની વિરાસતમાં બદલાવ કર્યો છે. મુસ્લિમો માટે આ એક ઐતિહાસિક પગલું છે. ગ્રીસના વડાપ્રધાને આ ઠરાવને તાત્કાલીક સંસદમાં પસાર કરવા કહ્યું છે. તેમના અનુસાર આ કાયદો તમામ નાગરિકોને સમાન અધિકાર આપશે. પારિવારિક કાયદા મુદ્દે ગ્રીક મુસ્લિમો સામાન્ય રીતે તલાક, બાળ હિરાસત અને સંપત્તિ મુદ્દે મુફતીની મદદ લે છે. પ્રથમ વિશ્વ યુદ્ધ બાદ તુર્ક સામ્રાજ્યના પતન બાદ તુર્કી અને ગ્રીસ વચ્ચે થયેલી સંધી મુજબ ઈસ્લામિક રીતિ-રિવાજો અને ધાર્મિક કાયદાઓ તે તમામ હજારો મુસ્લિમો માટે લાગુ હશે જે અચાનક યુનાની નાગરિક બની ગયા હતા. ગ્રીસમાં લગભગ ૧,૧૦,૦૦૦ મુસ્લિમો છે.