(એજન્સી) ન્યુયોર્ક, તા.૪
કૉસ્ટ રિકા દ્વીપ પર સ્કૂબા ડાઈવિંગ દરમિયાન ૪૯ વર્ષીય ભારતીય મૂળની મહિલા પર ટાઈગર શાર્કે હુમલો કરતાં મૃત્યુ પામી છે. રોહિના ભંડારી ડાઈવિંગ માટે ગયેલા ૧૮ સભ્યોના જૂથમાંની એક હતી. કોસ્ટા રિકાનો કોકોસ આઈલેન્ડ નેશનલ પાર્ક યુએનઈએસસીઓ દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરાયેલ છે. ભંડારીને જીવંત પાણીની બહાર લાવવામાં આવી હતી જ્યાં સ્વાસ્થ્ય અધિકારીઓએ તેણીને બચાવવા પ્રયત્ન કર્યા હતા પરંતુ તે નિષ્ફળ નીવડ્યા. સૂત્રોના જણાવ્યા મુજબ ડાઈવિંગ નિર્દેશક પણ શાર્કના હુમલાથી ઘવાયા હતા પરંતુ તે જીવલેણ સાબિત ન થયો હતો. ટાઈગર શાર્ક પેસેફિક વિસ્તારોમાં જોવા મળતી શિકારી છે. દુનિયાની સૌથી મોટી શાર્ક તરીકે ગણતા પામતી ટાઈગર શાર્ક મજબૂત જડબા માટે જાણીતી છે.