(એજન્સી) તા.૭
ઓસ્ટ્રેલિયાના સાગર કિનારે ક્રેશ થયેલ યુએસ વિમાન સોમવારે મળી આવ્યો છે. હાલ તેમાં સવાર ત્રણ મરીનને શોધવાનું કાર્ય ચાલુ છે. ર૩ કર્મચારીઓને તાત્કાલિક બચાવી લેવાયા હતા પરંતુ દરિયા તેમજ જમીન બન્ને પર શોધ બાદ પણ હજુ ૩ મરીનને શોધી શકાયા નથી. સંરક્ષણ મંત્રીના જણાવ્યા મુજબ તપાસ પ્રક્રિયા શરૂ કર્યાના થોડા સમયમાં જ જળમગન વિમાન મળી આવ્યું હતું. વિમાન મળ્યાની જાણકારી બાદ નૌકાદળની ડ્રાઈવિંગ ટીમ મેલવિલે માટે રવાના થઈ હતી અને ત્યાં પહોંચી આ વિમાનને નીકાળવાની કામગીરી શરૂ કરાશે. રવિવારે યુએસ મરીન અધિકારીએ જણાવ્યું કે, પુનઃપ્રાપ્તિ અને બચાવ કાર્ય પૂરું થતાં મહિનાઓ લાગી શકે છે જે દરમિયાન આ ક્રેશનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરાશે. એમવી-રર વિમાન હેલિકોપ્ટર કરતાં વધુ ઝડપે મુસાફરી કરી શકે છે. જાપાનીઝ મૂળનું આ વિમાન ઓસ્ટ્રેલિયા-યુએસ સંયુક્ત સેના તાલીમ અંતર્ગત કાર્યરત હતું. આ ઘટના બાદ જાપાનના સંરક્ષક મંત્રીએ હાલ પૂરતું એ વિમાનનો ઉપયોગ ન કરવા જણાવ્યું છે. હવાઈ જહાજને લગતા જીવલેણ અકસ્માતોની શ્રેણી સર્જાઈ છે. ખાસ કરીને યુનાઈટેડ સ્ટેટસમાં એપ્રિલ ર૦૦૯માં એમવી-રર વિમાનના ક્રેશમાં ૧૯ મરીન મૃત્યુ પામી હતી.