ન્યુયોર્ક, તા. ૨૭
ન્યુયોર્કમાં રમાઈ રહેલી વર્ષની અંતિમ ગ્રાન્ડસ્લેમ યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં ભારતના સુનિત નાગલે જોરદાર દેખાવ કરીને તમામને રોમાંચિત કરી દીધા છે. દુનિયાના ત્રીજા નંબરના ખેલાડી રોજર ફેડરરના હાથે ૬-૪, ૧-૬, ૨-૬ અને ૪-૬થી હારનો સામનો કરવો પડ્યો હોવા છતાં ભારતના આ ખેલાડીએ રોજર ફેડરરને ખુબ મુશ્કેલીમાં મુકી દીધો હતો. પ્રથમ સેટ જીતીને ભારતીય ચાહકોને રોમાંચિત કરી દીધા હતા. ન્યુયોર્કમાં રમાઈ રહેલા અંતિમ ગ્રાન્ડસ્લેમમાં ભારતના આ ખેલાડીએ ડ્રીમ શરૂઆત કરી હતી અને પ્રથમ સેટ ૬-૪થી જીતીને કમાલ કરી હતી. જો કે, ત્યારબાદ ફેડરર પોતાના રંગમાં દેખાયો હતો અને બાકીના ત્રણ સેટ જીતી લીધા હતા. રોજર ફેડરર સામે ભારતના આ ખેલાડીએ જોરદાર દેખાવ કરીને પોતાની કુશળતા દર્શાવી હતી. નાગલે બેકહેન્ડ પર શાનદાર સર્વિસ અને જોરદાર રિટર્ન ફટકાર્યા હતા. સમગ્ર મેચ દરમિયાન ભારતના આ ખેલાડીએ દમદાર રમત રમીને તમામને રોમાંચિત કરી દીધા હતા. હરિયાણાના જજ્જરના ૨૨ વર્ષીય ખેલાડીએ જોરદાર માનસિક તાકાત દર્શાવીને રમત રમી હતી. પ્રથમ ગ્રાન્ડસ્લેમ મેચ અને એ પણ રોજર ફેડરર જેવા દુનિયાના સર્વશ્રેષ્ઠ ખેલાડી સામે હોવા છતાં જોરદાર દેખાવ કર્યો હતો. સુમિત નાગલે જોરદાર દેખાવ કરીને ઉપસ્થિત ચાહકોને રોમાંચિત કરી દીધા હતા. હરિયાણાના આ ખેલાડીએ રન દર્શાવીને ભારતીય ચાહકોના જીવ ઉંચા કર્યા હતા. એક વખતે એવું લાગી રહ્યું હતું કે, મોટા અપસેટ સર્જીને આ ખેલાડી આગેકૂચ કરશે પરંતુ છેલ્લે તેની હાર થઇ હતી. હાર થઇ હોવા છતાં સુમિતે તમામ ભારતીય ટેનિસ પ્રેમીઓના દિલ જીતી લીધા હતા.