ન્યૂયોર્ક, તા.૩૦
જાપાનની નાઓમી ઓસાકાએ ગત ચેમ્પિયન કર્બરને ૬-૩, ૬-૧થી હરાવી યુએસ ઓપનના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. ઓસાકાની ટોપ ટેનમાંથી કોઈ ખેલાડી ઉપર આ પ્રથમ જીત છે એક વર્ષ પહેલાં આજ કોર્ટ ઉપર તે અમેરિકાની મેડિસન સામે ત્રીજા રાઉન્ડમાં હારી ગઈ હતી. વિશ્વ રેન્કિંગમાં ૪૬મું સ્થાન ધરાવતી ઓસાકાએ કહ્યું કે કોર્ટ ઉપર આવતા જ માહોલ જોઈ થોડી ગભરાઈ ગઈ હતી. હું ક્યારેય ગત ચેમ્પિયન વિરૂદ્ધ રમી ન હતી પણ મેં રીધમ બનાવી અને પછી હાર માની નહીં.
યુએસ ઓપન પરિણામો

પુરુષ વર્ગ
શામકેરીની સિમોન ઉપર ૬-૪, ૬-૩, ૬-૪થી જીત
સોંગાની કોપીલ ઉપર ૬-૩, ૬-૪, ૬-૪થી જીત
સિલિકની સેન્ડગ્રીન પર ૬-૪, ૬-૩, ૩-૬, ૬-૩થી જીત
મહિલા વર્ગ
વોઝનિયાકીની નિહાલે પર ૬-૧, ૭-૫થી જીત
વિનસ વિલિયમ્સની કુઝનોવા પર ૬-૩, ૩-૬, ૬-૨થી જીત
ક્વીટોવાનાની જેનકોવિક પર ૭-૫, ૭-૫થી જીત
મુગુરુઝાની લેપચેન્કો પર ૬-૦, ૬-૩થી જીત