ન્યુયોર્ક,તા. ૨૭
યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયશીપ ટેનિસમાં સૌથી જુની સ્પર્ધા પૈકીની એક છે. વર્ષ ૧૮૮૧માં તેની શરૂઆત થયા બાદથી દર વર્ષે આ ચેમ્પિયનશીપ યોજાય છે. વિશ્વમાં ચાર ગ્રાન્ડ સ્લેમ દર વર્ષે રમાય છે જે પૈકી યુએસ ઓપન પણ એક છે. આ ચેમ્પિયનશીપ મુખ્યરીતે હાર્ડકોર્ટ પર રમાય છે. વર્ષ ૧૯૮૭ બાદથી યુએસ ઓપને સત્તાવાર રીતે ચોથી અને અંતિમ ગ્રાન્ડ સ્લેમ તરીકે જાહેર કરવામાં આવી હતી. અન્ય ત્રણ ગ્રાન્ડ સ્લેમમાં વિમ્બલ્ડન, ઓસ્ટ્રેલિયન ઓપન અને પ્રેન્ચ ઓપનનો સમાવેશ થાય છે. યુએસ ઓપન સામાન્ય રીતે દર વર્ષે ઓગષ્ટના અંતિમ સપ્તાહમાં યોજાય છે. કેટલીક વખત સપ્ટેમ્બરના પ્રથમ બે સપ્તાહમાં પણ આનુ આયોજન કરવામાં આવે છે. આનો ઇતિહાસ ખુબ રોચક છે. સૌથી વધુ સિગલ્સ ટાઇટલ જીતવાનો રેકોર્ડ રિચર્ડ સિર્સ, બિલ લાર્નેડ, બિલ ટિલ્ડનના નામે છે. આ તમામ ત્રણેય ખેલાડીએ સાત વખત સિગલ્સ તાજ જીત્યો છે. જ્યારે મહિલા વર્ગમાં સૌથી વધુ ુ સિગલ્સ તાજ જીતવાનો રિકોર્ડ મોલ્લા મેલ્લોરીના નામ પર છે. તે આઠ વખત આ ટીઇટલ જીતવામાં સફળ રહી હતી. યુએસ ઓપન દરેક સેટમાં ટાઇબ્રેક ધરાવે છે. આ જ કારણસર અંતિમ સેટ બે ગેમની લીડ સુધી ચાલે છે.