(એજન્સી) ન્યુયોર્ક,તા.રર
ફિલાડેલ્ફિયા રેલવે સ્ટેશન પર ઊભેલી એક ટ્રેન સાથે સામેથી આવેલી બીજી ટ્રેન અથડાઈ જતાં ૩૩૦ મુસાફરોને ઈજાઓ થઈ હતી. દક્ષિણપૂર્વ પેન્સિલવેનિયા ટ્રાન્સપોર્ટ ઓથોરિટીએ કહ્યું કે આ ટક્કર આજે બપોરે ૧રઃ૧પ વાગે થઈ હતી. અપર ડર્બી ખાતે ૬૯ સ્ટ્રીટ ટર્મિનલ ખાતે પાર્ક થયેલ ટ્રેન સામેથી આવતી હાઈસ્પીડ ટ્રેન સાથે ટકરાઈ ગઈ હતી. સેપ્ટાના પ્રવક્તા હીધર રેડફર્ને કહ્યું કે ૩૩ લોકો ટ્રેનમાં સવાર હતા. તેઓને ઈજાઓ થઈ હતી. ડર્બીના મેયરે કહ્યું કે તેમાંના ૪ લોકોની હાલત ગંભીર છે. હાલમાં કન્ડકટર હોસ્પિટલમાં છે. ટ્રેનના ચાલકે બીજી ટ્રેન સાથે અથડાવી દીધી હતી. દુર્ઘટનાની તપાસ ચાલે છે.