(એજન્સી) લખનૌ, તા.૧
યુપીમાં બે પેટાચૂંટણીઓમાં ભાજપના પરાજય બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તેમના જ પક્ષના ધારાસભ્યે ખુલ્લેઆમ ટીકા કરી હતી. તેમણે ફેસબુક પર યોગી વિરૂદ્ધ કટાક્ષ કરતી એક કવિતા લખી છે. હરદોઈ જિલ્લાના ધારાસભ્ય શ્યામ પ્રકાશે યોગીને સંબોધી એક કટાક્ષભરી કવિતા લખી ફેસબુક પર પોસ્ટ કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે, સંત નેતા વડાપ્રધાન મોદીના નામે સત્તા પર આવ્યા પરંતુ જંગી સમર્થનને કિનારે મૂકી દીધું અને જનતાનું કોઈ કામ કર્યું નહીં. ખેડૂતો દુઃખી છે, ભ્રષ્ટાચાર વધ્યો છે. ધારાસભ્ય શ્યામા પ્રકાશે કહ્યું કે મારા મતે રાજ્યમાં ભ્રષ્ટાચાર વધ્યો છે. લોકો તેમના મનમુજબ કરે છે. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં ઉંડા ઉતરી કામ કરવું જોઈએ. ગયા વર્ષે યોગી આદિત્યનાથે મુખ્યમંત્રી તરીકેનો હોદ્દો સંભાળ્યો. ભાજપે ૪ મોટી પેટા ચૂંટણીઓ ગુમાવી. મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીની ગોરખપુર-ફૂલપુર બેઠકો પર પરાજય મળ્યો. ધારાસભ્ય શ્યામા પ્રસાદે ફેસબુક પાંચ લાઈનો લખી છે.
મોદી નામ સે પા ગયે રાજ,
કર ન શકે જનતા મન કાજ.
સંઘ, સંગઠન હાથ લગામ,
મુખ્યમંત્રીની અસહાય.
જનતા ઔર વિધાયક ત્રસ્ત,
અધિકારી, અધ્યક્ષ ભી ભ્રષ્ટ.
ઉતર ગઈ પટરી સે રેલ,
ફેલ હુઆ અધિકારી રાજ.
સમજદાર કો હેય ઈશારા,
આગે હૈ અધિકાર તુમ્હારા.
ર૦૧૯ની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ વિપક્ષોનો ભાજપ સામે જુસ્સો બુલંદ બન્યો છે. યોગીને ભાજપે સ્ટારપ્રચારક બનાવ્યા હતા જેથી હાર થતાં યોગીની છાપ બગડી હતી. તેમણે કર્ણાટકમાં પણ પ્રચાર કર્યો હતો. ફેસબુક પર ભાજપના જ ધારાસભ્યએ કહ્યું કે રાજ્યમાં ગેરવહીવટ સાથે તંત્ર પાટા પરથી ઉતરી ગયું છે. ઓફિસર રાજ નિષ્ફળ ગયું છે.