(એજન્સી) વોશિંગ્ટન, તા.૬
ઉત્તર કોરિયામાં તાજેતરમાં કરવામાં આવેલ પરમાણુ પરીક્ષણથી ઊભા થયેલા સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દા પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શી જિનપિંગ સાથે વાત કરશે. પ્યોંગયોંગના પરમાણુ હથિયારો દ્વારા સૌથી મોટા પરીક્ષણ પછી ઉત્તર કોરિયાને કારણે ઉત્પન્ન થયેલા સુરક્ષા અંગેના પડકારો પર ચર્ચા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના ચીની સમકક્ષ શી જિનપિંગની સાથે વાત કરશે. આ જાણકારી વ્હાઈટ હાઉસે આપી હતી. ઉત્તર કોરિયાએ રવિવારે કહ્યું હતું કે તેમણે લાંબા અંતર સુધી પ્રહાર કરનારી મિસાઈલ માટે ડિઝાઈન હાઈડ્રોજન બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. તેણે પોતાના આ છઠ્ઠા અને સૌથી વધુ શક્તિશાળી પરમાણુ પરીક્ષણને એક ચોક્કસ સફળતા ગણાવી છે. ઉત્તર કોરિયાના આ પરીક્ષણની વૈશ્વિક નિંદા થઈ હતી અને અમેરિકા તરફથી આકરા પ્રતિબંધ લગાવવાની વાત કરવામાં આવી હતી.
ટ્રમ્પની જિનપિંગ સાથે વાત ઉત્તર કોરિયાના કારણે ઉત્પન્ન થનારા સંકટના મુદ્દે વૈશ્વિક નેતાઓ સુધી પહોંચ બનાવવાના તેમના પ્રયત્નોનો ભાગ હતો.
ઉત્તર કોરિયાના તાજેતરના પરમાણુ પરીક્ષણ પછી બંને નેતાઓ વચ્ચેનો પ્રથમ ફોન કોલ હશે. ઉત્તર કોરિયાએ પોતાની બૈલિસ્ટિક મિસાઈલને પરમાણુ હથિયાર સાથે સુસજ્જ કરવાની ધમકી આપી હતી.