(એજન્સી) પ્યોંગપોંગ, તા. ૪
ઉત્તર કોરિયાએ અલાસ્કા સુધી પહોંચી શકે તેવી ૧ પહેલી બેલાસ્ટીક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. જે છેક અલાસ્કા સુધી પહોંચવામાં સક્ષમ છે.જે વિશ્વના કોઈ પણ ખૂણા સુધી પહોંચી શકવા સક્ષમ છે આને કારણે અમેરિકા પર ખતરો સર્જાયો છે. જાપાનના રક્ષા મંત્રાલયે એવું કહ્યું કે ઉત્તર કોરિયા દ્વારા છોડવામાં આવેલી મિસાઈલ ૨૫૦૦ કિલોમીટર થી વધારે પણ વધારે ઊંચાઈએ પહોંચી છે. તજજ્ઞોએ એવું માનવું છે કે આ મિસાઈલ આંતર મહાદ્વીપીય બેલાસ્ટીક મિસાઈલની સૈદ્ધાંતિક શ્રેણીમાં આવી હતી. મંત્રાલયે એક બયાનમાં એવું જણાવ્યું કે મિસાઈલ ૨૫૦૦ કિલોમીટરથી કરતાં પણ વધારે ઊંચાઈએ પહોંચી હતી. મિસાઈલે ૯૦૦ કિલોમીટરના વિસ્તારમાં પહોંચી ગઈ હતી અને લગભગ ૪૦ મિનિટ સુધી ઉડાણ ભરી હતી. ઉત્તર કોરિયાએ કહ્યું કે અમે આંતર મહાદ્વીપ મારક ક્ષમતાવાળી બેલાસ્ટીક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. સરકારી કોરિયન સેન્ટ્રલ ટેલિવિઝન પર એક વિશેષ જાહેરાતમાં પારંપરીક પોશાક પહેરીને એક મહિલાએ એવી જાહેરાત કરી કે હાવાસોંગ ૧૪ મિસાઈલના આ પરીક્ષણ પર ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન નજર રાખી રહ્યાં છે. તેમણે આ પરીક્ષણને ઐતિહાસીક ગણાવી હતી. આ મિસાઈલના પરીક્ષણ બાદ,અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ઉત્તર કોરિયા દ્વારા બેલાસ્ટીક મિસાઈલના પરીક્ષણ કરવા પર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કિમ જોનની આકરી નિંદા કરી હતી. ટ્રંપે કિમને ચેતવણી આપતાં એવું કહ્યું કે દક્ષિણ કોરિયા અને જાપાનની ધીરજનો અંત આવી રહ્યો છે. ટ્રંપને મંગળવારે ટ્‌વીટ કરીને કહ્યું કે ઉત્તર કોરિયાએ એક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે.
શું આ વ્યક્તિ તેના જીવનમાં કંઈક સારૂ કરી શકશે. તેમણે કહ્યું કે કહેવુ મુશ્કેલ છે કે દક્ષિણ કોરિયા અને જાપાન ઘણા સમયથી આ બધું સહન કરી રહ્યાં છે. ચીન ટૂંક સમયમાં ઉત્તર કોરિયા અંગે મોટો નિર્ણય લઈ શકે છે અને આ કેસને હમેંશા માટે ખતમ કરી નાખશે.