(એજન્સી) પ્યોગયોંગ, તા. ૫
ઉત્તર કોરિયાના નવા અને તાજા પરમાણુ પરીક્ષણ પર સમગ્ર દુનિયાભરમા મચેલા કોહારમની વચ્ચે કોરિયાના એક ટોચના રાજદ્વારી નેતાએ અમેરિકાને ફરી વાર ધમકી આપતાં એવું કહ્યું કે અમેરિકા માટે ‘બીજા ઘણા ગિફ્ટ પેકેટ તૈયાર’ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતેના ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિકન કોરિયનના રાજદૂત હંગ તાઈ સોંગે કહ્યું કે મને કહેતા ગૌરવ થાય છે કે હજુ બે ત્રણ દિવસ પહેલા જ ડીપીઆરકે સફળ પરમાણુ પરીક્ષણ કર્યું છે. મારા દેશ દ્વારા સ્વબચાવના પગલાં ભરવામાં આવ્યાં છે અને અમેરિકા માટે તો આવા ઘણી ભેટની તૈયાર છે. તેમણે ઉમેર્યું કે આવનાર સમયમાં અમેરિકાની બીજી પણ ભેટ મળતી રહેશે. આ પહેલા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વૈશ્વિક આફતની ચેતવણી ઉચ્ચારી. હાઈડ્રોજન બોમ્બનું સફળ પરીક્ષણ કરનાર ઉત્તર કોરિયા પર વધારે પ્રતિબંધ મૂકવાનો નકામો ગણાવતાં પુતિને કહ્યું કે કોરિયા પર વધારે પ્રતિબંધ મૂકવાની બાજી વધારે બગડશે.ચીન અવારનવાર ઉત્તર કોરિયાની પડેખે ઊભું રહ્યું હતુ આ મુદ્દે ચીન પર ભીંસ વધી શકે છે. ટ્રંપના રાષ્ટ્રપતિ બન્યાં બાદ ઉત્તર કોરિયાનું આ પહેલું પરમાણુ પરીક્ષણ છે. ટ્રંપ આ પરીક્ષણનો વિરોધ કરતાં ચીનને પણ અરીસો દેખાડ્યો હતો. ટ્રંપે ટ્‌વીટર પર કહ્યું કે કોરિયા દુષ્ટ રાષ્ટ્ર છે તે ચીન માટે એક ખતરો અને શરમનુ કારણ બની ચૂક્યું છે. ભારતે પણ કહ્યું હતું કે ઉત્તર કોરિયાના આવા પગલાંથી શાંતિ અને સ્થિતરા જોખમાશે. ઉત્તર કોરિયાને ભવિષ્યમાં એવું કોઈ પણ પ્રકારનું કામ ન કરવાની તાકીદ કરવામાં આવી જેનાથી પ્રાંતની શાંતિ અને સ્થિરતા જોખમાતી હોય. ભારતે આગળ કહ્યું કે ભારતે અણુ પ્રસાર અને મિસાઈલ ટેકનોલોજીની ચિંતા સતાવી રહી છે.કોરિયન રાજદૂતે એવું પણ કહ્યું કે મંજૂરી દબાણ મારા દેશમાં કદી પણ સફળ નહીં થાય. મારા દેશને સ્વબચાવનો હક છે. ડીપીઆરકે કોઈ પણ સંજોગોમાં તેના અણુ પ્રતિબંધને મંત્રણાના ટેબલે પર નહી મૂકે.