(સંવાદદાતા દ્વારા)
વડોદરા, તા.૧૯
નવરાત્રિના દશ દિવસની રજા આપી દિવાળી વેકેશનના ૨૧ દિવસમાં કાપ મુકી સરકાર વિદ્યાર્થીઓને ગરબા ગવડાવવા-વાહ વાહ લેવા, દિવાળી વેકેશનમાં કાપ મુક્યો. દિવાળી વેકેશનમાં લોકો ભારતમાં બધે દિવાળી વેકેશનનો માહોલ હોય છે. ભારતમાંથી તથા વિદેશમાંથી પણ ટુરીસ્ટો ભારત આવે છે. જે ટુરો ૧૫ થી ૨૫ દિવસની હોય છે તે હવે ટુર આઠ-દશ દિવસની થઇ ગઇ છે. સરકાર (આર.ટી.ઓ.) બસ ઉપર માસિક ટેક્ષ લે છે. મહિનાની આખરમાં જાવ-બીજા મહિને પરત આવો ત્યારે બે મહીનાનો ટેક્ષ ગુજરાત સરકાર ૧૫-૨૦ દિવસ માટે ૬૦ દિવસનો માસિકના હિસાબે ટેક્ષ ભરવો પડે છે. આ ઉપરાંત બીજા રાજ્યમાં બોર્ડર ઉપર મીનીમમ અઠવાડીક ટેક્ષ (બે કે ત્રણ દિવસ માટે) ભરવો પડે છે. આજે શાળાઓ આખા વર્ષમાં ૨૦૦ થી ૨૧૦ દિવસ તથા દિવસમાં પાંચ કલાક ચાલે છે. એજ્યુકેશન નવુ-નવુ આવે છે નવું વધતુ જાય છે. કોર્સ કંપલીટ થતા નથી, સમજાવ્યા વગર કોર્સ પુરો શિક્ષકો કરે છે. પહેલા સ્લેટ પેનનો જમાનો હતો. પછી નોટબુક-પેન્સીલ આવી. હવે દુનિયાવી જ્ઞાન સાથે કોમ્પ્યુટર-લેપટોપનો જમાનો નવુ નવુ એજ્યુકેશન આવે છે. વધુ અભ્યાસ માટે નવા જ્ઞાન માટે વિદ્યાર્થી વિદેશમાં જાય છે ત્યારે સરકાર નવરાત્રિમાં ગરબા ગવડાવવા વેકેશન આપે છે. ખરેખર તો એજ્યુકેશન માટે વેકેશન ઘટાડવાની જરૂર છે. શિક્ષકો દિવસમાં પાંચ થી છ કલાક કામ કરે છે તેમાં બે રીશેષ-એક બે પીરીયડ ફ્રી હોય છે. આજની સરકાર ઉત્સવપ્રિય લાગે પણ જો ગામડા તરફ જોશે તો આજે પણ પાણી માટે શાળામાં જવા બાળકો એક-બે કી.મી. ચાલતા જવું પડે છે. પુરા ગામડાઓમાં ઇલેકટ્રીક નથી- છે, ત્યાં આઠ-દશ કલાક આપે છે. ઇન્ટીયર એમ બરોડા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એસો. તથા આણંદ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટનાં પ્રમુખ ઇસ્માઇલભાઇ ગોધરાએ જણાવ્યું હતું.