(સંવાદદાતા દ્વારા) ભાવનગર, તા.૧૩
ભાવનગર નજીકના ઘોઘા દહેજ ફેરી સર્વિસ આગામી તા.૧૭મી ઓકટોબરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ફેરી સર્વિસનું લોકાર્પણ કરશે. નરેન્દ્ર મોદી સંયમ ઘોઘાથી દહેજ આ શીપમાં બેસીને જશે આ શીપમાં રપ૦ જેટલા પેસેન્જરો અને ૧પ૦ જેટલા વાહનોની સુવિધા હોવાનું અને આ પેસેન્જર શીપ એશીયાથી મુંબઈ આવી ગયું હોવાની અને આગામી તા.૧પમીએ ઘોઘા બંદરે આ શીપ આવી જશે તેવી માહિતી કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ આજરોજ શુક્રવારે ભાવનગર ખાતે મળેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. મંત્રી મનસુખ માંડવીયાએ વધુમાં જણાવ્યું હતું કે ઘોઘા દહેજ રો-રો ફેરી સર્વિસનું લોકાર્પણ સહિતના કાર્યક્રમો યોજાવાના છે. આ ફેરી સર્વિસ સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાત સાથે જોડતી આ ફેરી સર્વિસ છે. ભાવનગરથી સુરતનું ૧૪૦ કિ.મી. જેટલું અંતર ઘટશે અને ૪પ મીનિટમાં જ ભાવનગરથી દહેજ દરિયાઈ માર્ગે પહોંચી શકાશે. મલેશિયાથી આવનાર શીપમાં રપ૦ જેટલા મુસાફરો મુસાફરી કરી શકશે અને ૧પ૦ જેટલા વાહનોની સુવિધા પણ હોવાનું તેમણે જણાવ્યું હતું. આ પ્રોજેકટ માટે સરકારે અંદાજે ૬૦૦ કરોડ રૂા.નો ખર્ચ કર્યો છે. આગામી ૧૭મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્‌ઘાટન સમારોહ યોજવાનો છે. હજુ પણ ભાવેણા વાસીઓને એવી આશંકા સેવી રહ્યા છે કે ખરેખર ૧૭મીએ વડાપ્રધાન મોદી ઘોઘા બંદરે આવે છે કે કેમ ? આ ફેરી સર્વિસ શરૂ થાય છે કે કેમ ? અને આ સ્ટીમ્બરમા કેટલા લોકો બેસી શકશે ? કેટલા વાહનો મુકી શકાશે અને વોક વે ઉપરથી આ પ્રોજેક્ટ કામ કરી શકશે કે કેમ ? ઘણી જ શંકા આશંકાઓ સેવાઈ રહી છે. પરંતુ સત્તાધારી પક્ષ ભાજપના કેન્દ્રીય મંત્રીએ આજે પત્રકાર પરિષદ બોલાવીને વડાપ્રધાન આવે છે અને શીપમાં ઘોઘાથી દહેજની મુસાફરી કરશે તેવું પત્રકારોને જણાવી દીધું છે.