(એજન્સી) જયાપુર, તા.ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે વર્ષ ર૦૧૪માં સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાન હેઠળ ભારતના ગ્રામીણ વિસ્તારોને ખુલ્લામાં શૌચ મુક્ત બનાવવા માટે ઘણા પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યા છે. આટલું જ નહીં વડાપ્રધાન મોદી અને તેમના મંત્રી સમય સમય પર લોકોને સ્વચ્છતાની શિખામણ પણ આપી રહ્યા છે પણ નવાઈની વાત એ છે કે વડાપ્રધાન મોદીનું દત્તક લીધેલ ગામ જયાપુર હજી પણ ખુલ્લામાં શૌચ મુક્ત નથી થઈ શક્યું છે. નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીએ વર્ષ ર૦૧૪માં સાંસદ આદર્શ ગ્રામીણ યોજના હેઠળ પોતાના સંસદીય ક્ષેત્રમાં જયાપુર ગામને દત્તક લીધો હતો. દત્તક લીધા બાદ ગામ રાતોરાત સુર્ખીઓમાં આવી ગયો હતો. જે હમણાં સુધી પ્રકાશમાં બનેલ છે. હમણા સુધી ગામ ખુલ્લામાં શૌચથી મુક્તિ નથી થઈ શકયું. ગામના ઘણા લોકો હજી પણ શૌચ કરવા બહાર જાય છે. જયાપુર ગામમાં સરકાર અને એનજીઓએ મળીને ૪૩૦ પરિવારો માટે ૬ર૪ શૌચાલયો બનાવ્યા હતા. જ્યારે ગામને ખુલ્લામાં શૌચ કરવાથી રોકવા માટે હજી ર૦૦ વધુ શૌચાલયોની જરૂર છે. જાણીતા અંગ્રેજી અખબારની ખબર મુજબ એક એનજીઓ અનુસાર આટલા શૌચાલયો બનાવવા ૯૮.૮૮ લાખ રૂપિયા ખર્ચ થશે. ત્યાં જ કેટલાક ગ્રામીણોનું કહેવું છે કે, જે શૌચાલયો બનાવવામાં આવ્યા છે તેની હાલત ખરાબ છે અને સાથે તૂટેલા પણ છે જેનો ઉપયોગ કંઈ રીતે થાય. એટલું જ નહીં ઘણી જગ્યાઓ પર પાણીની સુવિધા પણ નથી. ત્યાં જ જે શૌચાલયો સારી હાલતમાં છે તે ઘરેથી એટલું જ દૂર છે કે કોઈને પણ આનો ઉપયોગ કરવો મુશ્કેલ છે. જેને કારણે ગામ ફરીથી ખુલ્લામાં શૌચથી મુક્ત થયાના કેટલાક મહિના બાદ એકવાર ફરીથી ખુલ્લામાં શૌચયુક્ત થઈ ગયું છે. ગામના એક વ્યક્તિએ પોતાનું તૂટેલું શૌચાલય બતાવતા કહ્યું કે અમે આ શૌચાલયનો ઉપયોગ કઈ રીતે કરીએ ? જ્યારે ગામના કેટલાક લોકોનું કહેવું છે કે, કૌભાંડને કારણે કોઈના ઘરમાં બે શૌચાલય બનાવ્યા છે અને કોઈના ઘરમાં એક પણ શૌચાલય નથી.