(સંવાદદાતા દ્વારા) પાટણ,તા.ર૦
વિધાનસભાની ચૂંટણી વર્ષના અંતે યોજાવાનું નકકી જ હોઈ કોંગ્રેસ પ્રશ્ને સરકાર બનાવવાની કવાયત હાથ ધરી છે. ગુજરાતની તમામ ૧૮ર બેઠકો પર બુથ સશકિતકરણના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેના ભાગરૂપે સિધ્ધપુરમાં પણ ઉત્તર ગુજરાત કોંગ્રેસના પ્રભારી વર્ષાબેન ગાયકવાડના અધ્યક્ષસ્થાને અને પાટણ લોકસભા વિસ્તારના પ્રભારી ડો. જીતુભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ બુથ સશકિતકરણ કાર્યક્રમમાં બોલતા સિધ્ધપુરના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે સિધ્ધપુર વિધાનસભા મત વિસ્તારના ર૬પ બુથ ઉપર પ્રતિ બુથ બે પ્રભારી મુજબ પ૩૦ પ્રભારીઓની નિમણૂક કરવામાં આવેલ છે. મે ધારાસભ્ય તરીકે રસ્તા, પાણી અને વીજળીના નોંધપાત્ર કામો કયાં છે અને વાગડોદ વિસ્તારમાં જીઆઈડીસી બનાવવા સૈધાંતિક મંજૂરી મેળવેલ છે. સિધ્ધપુર તાલુકાના ગામોના તળાવો ઉંડા કરાવી પાણી ભરવામાં આવેલ છે હાલમાં પ૭ રોડના કામ પ્રગતિમાં છે. પ્રભારી વર્ષાબેન ગાયકવાડે જણાવ્યું હતું કે, ખેડૂતોને બધુ જ આપી દીધું છે તેવું ગાઈ વગાડીને જણાવતા વડાપ્રધાન પોતાના ગૃહ રાજયમાં ખેડૂતોના દેવા કેમ માફ નથી કરતા તેવો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. જયારે ડો. જીતુભાઈ પટેલે સ્વતંત્ર ભારતના પૂર્વ વડાપ્રધાનોની સિધ્ધીઓ ગણાવી હાલના પ્રવાસી વડાપ્રધાન પર હુકમો કર્યો હતો.
જયારે પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે બુથ પ્રભારીઓને ફરજોથી વાકેફ કરી ધારાસભ્ય બલવંતસિંહ રાજપુતની બુથ પ્લાનીંગની પ્રશંસા કરી ૧૧ ધારાસભ્યોને નેમના પાસે લાવી અવગત કરાવવાનું જણાવ્યું હતું. આ સભામાં માયાબેન દવે, ફારૂકભાઈ નાંદોલિયા, અભેસિંહ ઠાકોર, વિક્રમસિંહ, ઈબ્રાહીમભાઈ ચારોલિયા, ગૌતમભાઈ દવે, ગમાનભાઈ રાઠોડ, એચ.વી. સૈયદ વગેરેએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આ બુથ સશકિતકરણ કાર્યક્રમમાં માનસિંહ ઠાકોર, ચંદુભાઈ પટણી, કાનજીભાઈ દેસાઈ, નજીમભાઈ પઠાણ, વદનજી ઠાકોર, શારજીજી ઠાકોર, અંતરબા ઠાકોર, ચંદાબેન ઠાકોર, સોરાબજી ઠાકોર, દશરથભાઈ પટેલ, રહીમભાઈ સુણસરા, જે.ડી. પટેલ, વિનુભાઈ પ્રજાપતિ, દશરથસિંહ રાજપુત તેમજ સમગ્ર ર૬પ બુથના પ્રભારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન સ્નેહાબેન પટેલ અને ઉન્નતીબેન આચાર્યએ કર્યું હતું.