ઉત્તર ગુજરાતમાં વરસાદે ભારે તબાહી મચાવતાં ઠેર ઠેર વિનાશક દૃશ્યો સર્જાયા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉત્તર ગુજરાતના હોવાથી ગુજરાતમાં વકરતી જતી વરસાદની પરિસ્થિતિ અને જાતમાહિતી મેળવવા મંગળવારે ગુજરાત આવી પહોંચ્યા હતા અને અમદાવાદ એરપોર્ટથી સીધા બનાસકાંઠા જઈ હવાઈ નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ જોડાયા હતા.