(એજન્સી) નવી દિલ્હી, તા.ર૪
પૃથ્વી પોતાની ધરી પર ૧૬૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ ફરી રહી છે. શું કયારે તમે વિચાર્યું કે જો તેનું પોતાની ધરી પર ફરવાનું રોકાવા લાગ્યું તો તેનું પરિણામ શું થશે ? વૈજ્ઞાનિકોનું માનીએ તો જો તેવું થશે તો પૃથ્વી પર જીવન સંકટમાં પડી જશે. નાસાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની ગતિ ધીમી થઈ રહી છે. જેનાથી ચંદ્ર ધીમે ધીમે તેનાથી દૂર થઈ રહ્યો છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, આ ઘટના મોટા ભૂકંપોનું કારણ બની શકે છે.
પૃથ્વીની ફરવાની ગતિ ધીમી પડવાથી આવી રહ્યા છે ભૂકંપ
નાસાના જેટ પ્રોપલ્શન લેબોરેટરીના સોલર સિસ્ટમના એમ્બેસેડર મેથ્યુ ફુન્કે મુજબ ચંદ્રનું ગુરૂત્વાકર્ષણ પૃથ્વી પર એક જવારીય ઊભાર બનાવે છે. આ ઊભાર પણ પૃથ્વીની ધુર્ણન ગતિથી ફરવાનો પ્રયાસ કરે છે તેનાથી પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની ગતિ ધીમી પડી જાય છે. વૈજ્ઞાનિકોનો મત છે કે, પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની ગતિ ધીમી પડવાથી ભૂકંપની ઘટનાઓ વધી જાય છે. આવું કેમ થાય છે, વૈજ્ઞાનિક અત્યારે તે કારણોનો અભ્યાસ કરી રહ્યા છે.
આ છે વાસ્તવિક કારણ
વૈજ્ઞાનિકોનું માનીએ તો આ બ્રહ્માંડ કોણીય વેગના સિદ્ધાંત પર કામ કરે છે. બ્રહ્માંડમાં હાજર પિંડોની ગતિ ભલે જ જુદી જુદી હોય પરંતુ તેમના કોણીય વેગનો યોગ બદલાતો નથી. ચંદ્રના કારણે જ્યારે પૃથ્વીનો કોણીય વેગ મંદ પડે છે તો ચંદ્ર તેને સંતુલિત કરવા માટે પોતાની કક્ષામાં થોડી વધુ આગળ વધી જાય છે. અભ્યાસ મુજબ ચંદ્ર દર વર્ષે લગભગ દોઢ ઈંચ આગળ વધી રહ્યો છે. તેનાથી પૃથ્વી પર ભવિષ્યમાં મોટા ભૂકંપ આવી શકે છે.
મોટી તીવ્રતાના ભૂકંપની સંખ્યા વધી
કોલોરાડો યુનિવર્સિટીના વૈજ્ઞાનિક રોજર બિલૃમ અને મૌટાના યુનિ.ના રોબેક્કા બેંડિકને પોતાના અભ્યાસમાં જાણવા મળ્યું કે વર્ષ ૧૯૦૦ પછીથી ૭થી વધુની તીવ્રતાવાળા ભૂકંપોમાં વધારો થયો છે. વૈજ્ઞાનિકોએ આ દરમિયાન દર વર્ષે રપથી ૩૦ તીવ્ર ભૂકંપ દાખલ કર્યા તેમાં સરેરાશ ૧પ મોટા ભૂકંપ હતા.
શું થશે જ્યારે પૃથ્વી ફરવાનું બંધ કરી દેશે ?
આ અભ્યાસ પહેલાં લંડનના વૈજ્ઞાનિક માઈકલ સ્ટીવંસે પોતાના અભ્યાસમાં જણાવ્યું હતું કે, પૃથ્વી જો એકાએક ફરવાનું બંધનું વાતાવરણ ગતિમાન જળવાઈ રહેશે તો હવા ૧૬૭૦ કિલોમીટર પ્રતિકલાકની ગતિથી ચાલશે. આ તોફાન હવાના માર્ગમાં આવતી દરેક વસ્તુને ધ્વસ્ત કરી દેશે. મનુષ્ય કોઈ બંદૂકની ગોળીની ગતિથી એક બીજા સાથે અથડાશે તેની સાથે જ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સમાપ્ત થઈ જશે.
સમાપ્ત થઈ જશે માનવીય વસ્તી
વૈજ્ઞાનિક માઈકલ સ્ટીવંસ મુજબ પૃથ્વીનું ફરવાનું રોકાવાથી નારંગીના આકારવાળી પૃથ્વી સંપૂર્ણપણે ગોળ થઈ જશે. દરિયાનું પાણી એકાએક ઉછળવાથી પૂરની સ્થિતિ હશે. પૃથ્વી પર અડધુ વર્ષ દિવસ રહેશે અને અડધુ વર્ષ રાત. તેનાથી પૃથ્વી પર માણસોની વસ્તી સમાપ્ત થઈ જશે. જો કે, નાસા વૈજ્ઞાનિકોનું માનીએ તો અનેક અબજ વર્ષ સુધી આવી કોઈ ઘટના થવાની આશંકા નથી.
કંપાસોમાં આવી રહી છે સમસ્યા
વૈજ્ઞાનિકોને પોતાના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મેગ્નેટિક નોર્થ પોલના સ્થાન બદલવાથી જળમાર્ગ દ્વારા અવરજવરમાં સમસ્યાઓ આવી રહી છે. કોલારાડો યુનિ.ના ભૂભૌતિક વૈજ્ઞાનિક તેમજ નવા વર્લ્ડ મેગનેટીક મોડલના પ્રમુખ સંશોધનકર્તા અનોડ ચુલિયટે જણાવ્યું કે, આ પરિવર્તનના કારણે સ્માર્ટફોન અને ગ્રાહકના ઉપયોગવાળા કેટલાક ઈલેકટ્રોનિક કંપાસોના સમસ્યા આવી રહી છે.
અત્યાર સુધી ભૂકંપ ડીકોડ કરી શકાયા નથી
પૃથ્વી પર આવતી કુદરતી આપત્તિઓમાં ભૂકંપ એક એવી આપત્તિ છે જેને માણસ આજ સુધી ડીકોડ કરી શકયો નથી. વર્ષ ર૦૦૧માં ગુજરાતમાં આવેલા ભૂકંપમાં ર૦ હજાર લોકોનાં મોત થયા હતા. એટલું જ નહીં ર૬ ડિસેમ્બર ર૦૦૪એ ૯.૧ તીવ્રતા ભૂકંપ પછી આવેલી સુનામીમાં લગભગ ર લાખ ૩૦ હજાર લોકોનાં મોત થયા હતા. નેપાળમાં ર૦૧પમાં ૭.૯ તીવ્રતાના ભૂકંપમાં ૮૦૦૦થી વધુ લોકોના મોત થયા હતા. આંકડાઓ મુજબ વર્ષ ૧૯૩૪ પછી પ્રથમ વખત નેપાળમાં આટલી પ્રચંડ તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.