(એજન્સી) બેંગલુરૂ, તા. ૭
ગૌરી લંકેશ હત્યા કેસના સંદર્ભમાં ખાસ તપાસ ટીમ (સીટ)એ વધુ બે લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલાઓને શ્રીનિવાસ ભંડારી અને તેનો ભાઇ રઘુનાથ ભંડારી તરીકે ઓળખી પાડવામાં આવ્યા છે. બંનેની વિજયપુરાથી ધરપકડ કરવામાં આવી છે. એસઆઇટીએ જણાવ્યું કે આજે ધરપકડ કરાયેલા બંને જણા આ કેસના આરોપી મનોહર યાદવના મિત્રો છે. ગૌરી લંકેશ હત્યા કેસ સાથે તેમના ચોક્કસ જોડાણ શોધી કાઢવા માટે પોલીસ હાલમાં બંનેની પૂછપરછ કરી રહી છે. અગાઉ, એસઆઈટીએ તપાસના સંદર્ભમાં બેલગાવીની મુલાકાત લીધી હતી. ગૌૈરી લંકેશ હત્યા કેસમાં એક મહત્વનો આરોપી પરૂશુરામ વાઘમોરેને આશ્રય આપનાર એક વ્યક્તિનો એસઆઇટી પીછો કરી રહી છે.