(એજન્સી) નવી દિલ્હી, તા.૧ર
લાગે છે કે, ર૦૧૯-ર૦નું વર્ષ અર્થવ્યવસ્થા અને ભાજપ માટે ખૂબ જ ખરાબ જઈ રહ્યું છે. તાજેતરમાં મળેલી દિલ્હીમાં કરારી હાર સાથે ભાજપને અર્થવ્યવસ્થાને લઈ વધુ એક ફટકો પડયો છે. જાન્યુઆરી ર૦ર૦માં રિટેલ ફૂગાવો સતત છઠ્ઠા મહિને વધ્યો છે. ગત કેટલાક અઠવાડિયાથી આવેલા આર્થિક આંકડાઓથી એવું લાગતું હતું કે હવે અર્થવ્યવસ્થા માટે ચડી રહી છે. પરંતુ બુધવારે મોંઘવારી અને ઔદ્યોગિક ઉત્પાદનના આંકડાઓએ ફરીવાર સરકારની ચિંતાઓ વધારી છે. ખાવા પીવાની વસ્તુઓ મોંઘી થવાથી જાન્યુઆરીમાં રિટેલ ફૂગાવો વધીને ૭.પ૯% પર પહોંચી ગયો છે જે ૬ વર્ષમાં સૌથી ઉચ્ચ સ્તરે છે. આ સતત છઠ્ઠો મહિનો છે જેમાં ફુગાવો વધી રહ્યો છે. બુધવારે નેશનલ સ્ટેટીસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન (એનએસઓ) દ્વારા જારી કરવામાં આવેલ આંકડા દર્શાવે છે કે, ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક (સીપીઆઈ) ડિસેમ્બર ર૦૧૯માં ૭.૩પ% રહ્યો હતો ત્યાં જ ગત વર્ષ જાન્યુઆરીમાં ૧.૯૭% રહ્યો હતો. જાન્યુઆરીમાં મોંઘવારી દર આરબીઆઈના ૪% લક્ષ્યથી ખૂબ જ ઉપર રહ્યો છે. જાન્યુઆરીમાં શાકભાજીઓની મોંઘવારી દર વધીને પ૦.૧૯% રહ્યો જ્યારે ડિસેમ્બર ર૦૧૯માં આ આંકડો ૬૦.પ૦% રહ્યો હતો એ જ રીતે તેલિબિયાનો મોંઘવારી દર પ.રપ% રહ્યો. દાળ તથા એનાથી જોડાયેલા ઉત્પાદકોની મોંઘવારી દર ૧૬.૭૧% રહ્યો ત્યાં જ ડિસેમ્બરમાં ઉદ્યોગોની ઝડપ પણ ઓછી થઈ. ડિસેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદનની વૃદ્ધિદરમાં ૦.૩% ઘટાડો થયો હતો. ગત વર્ષના સમાન સમયમાં આમાં ર.પ% વધારો જોવા મળ્યો હતો. મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં ઉત્પાદન ઘટવાને કારણે આ ઘટાડો થયો છે. મેન્યુફેકચરિંગ સેકટરમાં ઉત્પાદનમાં ૧.ર%નો ઘટાડો નોંધાયો હતો જ્યારે ગત વર્ષની સમાન અવધિમાં આમાં ર.૯%ની વૃદ્ધિ જોવા મળી હતી. વીજળી ઉત્પાદનમાં પણ ૦.૧ ટકા ઘટાડો થયો છે. જો કે, માઈનિંગ સેકટરના આઉટપુટમાં અગાઉના ૧ ટકાના ઘટાડાની તુલનામાં પ.૪%નો વધારો થયો છે. કઠોળ ઉત્પાદનોનો ફુગાવો જાન્યુઆરીમાં ૧૬.૭૧% હતો જે ડિસેમ્બરમાં ૧પ.૪૪ ટકા હતો. માંસ અને માછલીની કિંમતો જાન્યુઆરીમાં ૧૦.પ ટકા પર આવી હતી જે મહિના પહેલાં ૯.પ ટકા હતી. ઈંડામાં ફુગાવો ડિસેમ્બરમાં ૭.૭ ટકાની સામે ૧૦.૪ ટકા હતો.
જાન્યુઆરી ર૦ર૦માં પણ રિટેલ ફૂગાવો વધીને ૭.પ૯ ટકા થયો : વધુ એક ફટકો

Recent Comments