મંદીમાં સપડાયેલી ભારતની અર્થવ્યવસ્થાને ઉગારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ગયા સપ્તાહે આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી હોવા છતાં ગોલ્ડમેન સાક્સના વિશ્લેષકોને આગામી થોડાક મહિનાઓ સુધી ભારતીય અર્થતંત્ર માટે વધુ મુશ્કેલીઓ જણાય છે. ‘ૅઇન્ડિયાઝ ઇકોનોમિક સ્લોડાઉન’ના શીર્ષક વાળા વિશ્લેષકોના તાજેતરના રિપોર્ટમાં એન્ડ્રીવ ટિલ્ટન અને તેમના મુખ્ય એશિયા-પેસેફિક અર્થશાસ્ત્રીની એવી ધારણા છે કે ભારતની આ મંદી ઓછામાં ઓછા વધુ બે ત્રિમાસિક સમયગાળામાં પુરી થશે. વિશ્લેષકોએ જણાવ્યું કે જાન્યુઆરી ૨૦૧૮માં શરૂ થયેલી આ આર્થિક મંદી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીઝીંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસિસ (આઇએલ એન્ડ એફએસ)ની સમસ્યાઓ એકંદર મંદીનું પરિણામ છે અને તેના બીજ ૨૦૧૭-૧૮ના ત્રીજા ત્રિમાસિક સમયગાળામાં જીએસટી લાગુ કરાયો ત્યારે રોપાયા હતા. રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે વર્તમાન મંદી ૧૮ મહિનામાં પુરી થશે અને ૨૦૦૬ પછી આ આર્થિક મંદી સૌથી લાંબી છે.